TSK

TSK · 1 યોહ. 5:14

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

અધીરતાથી મેં કહી દીધું હતું કે, “તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,” તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતી કરી, ત્યારે તમે મારું સાંભળ્યું.

કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.

¶ ત્યારે તમે મને હાંક મારશો અને તમે જઈને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ.

¶ ‹માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે.›

આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.

‹જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, એ માટે કે પિતા દીકરામાં મહિમાવાન થાય.›

‹હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.›

પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશામાં ગૌરવ રાખીને દૃઢ રહીએ તો આપણે તેમનું ઘર છીએ.

¶ એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે, તેને નાખી ન દો.

તમે માગો છો, તે પામતા નથી, કેમ કે તમે પોતાના મોજશોખ પર ખરચી નાખવાના ખરાબ ઇરાદાથી માગો છો.

¶ હવે, બાળકો તેમનાંમાં રહો, એ માટે કે જયારે તેઓ પ્રગટ થાય ત્યારે આપણામાં હિંમત આવે, તેમના આવવાને સમયે તેમની સમક્ષ આપણે શરમાઈએ નહિ.