TSK

TSK · યશા. 52:10

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

યહોવાહે આ એટલા માટે કર્યું કે પૃથ્વીના સર્વ લોકો જાણે કે યહોવાહ સર્વસમર્થ પ્રભુ છે, અને તમે હંમેશા યહોવાહ તમારા પ્રભુની આરાધના કરો.”

પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે.

યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે.

તે કહે છે, “તું યાકૂબનાં કુળોને પુનઃસ્થાપિત કરવા તથા ઇઝરાયલના શેષ બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય એ થોડું કહેવાય. હું તને વિદેશીઓ માટે પ્રકાશરૂપ બનાવીશ, જેથી પૃથ્વીના છેડા સુધી તું ઉદ્ધાર પહોંચાડનાર થશે.”

આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ, તે કોની આગળ પ્રગટ થયેલો છે?

સઘળાં મનુષ્યો ઈશ્વરનો ઉદ્ધાર જોશે.’”

કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”

¶ પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી;