TSK

TSK · રોમ. 12:11

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિવાન થા.

આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.

પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.

આળસુ માણસ કહે છે, “રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે.”

તેઓના સર્વ ચોકીદારો અંધ છે; તેઓ સમજતા નથી; તેઓ સર્વ મૂંગા કૂતરા છે; જે ભસી શકતા નથી: તેઓ સપનાં જુએ છે, સૂઈ રહેનારા, ઊંઘણશી છે.

¶ ‹તેના માલિકે ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે દુષ્ટ તથા આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો;›

મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી.

કેમ કે જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે; અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે.

¶ દાસો સેવકો, જેમ તમે ખ્રિસ્તને આધીન થાઓ છો તેમ પૃથ્વી પરના જેઓ તમારા માલિકો છે તેઓને આદર સાથે નિખાલસ મનથી આધીન થાઓ;

માલિકો, સ્વર્ગમાં તમારા માલિક છે, તેવું સમજીને તમે તમારા ચાકરો સાથે ન્યાયથી તથા સમાનતાથી વર્તન કરો.

અને જેમ અમે તમને આજ્ઞા આપી, તેમ તમે શાંત રહેવાને, બીજાઓને કામમાં દખલ ન કરવાને તથા પોતાને હાથે ઉદ્યોગ કરવાને, લક્ષ્ય રાખો;

તદુપરાંત તેઓ આળસુ બનવાનું શીખે છે, ઘરેઘરે ફરે છે. આળસુ થવા ઉપરાંત જે ઉચિત નથી તેવું બોલીને કૂથલી તથા પારકી પંચાત કરે છે.

કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.

¶ તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.

વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.

¶ ‹તારાં કામ હું જાણું છું, કે તું ઠંડો નથી, તેમ જ ગરમ પણ નથી; તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું!›