TSK

TSK · રોમ. 16:12

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

¶ પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; મારા પર તેમની જે કૃપા છે તે વિનાકારણ થઈ નથી, પણ તેઓ સર્વ કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ પણ ઈશ્વરની જે કૃપા મારા પર છે તે દ્વારા.

તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.

¶ એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હંમેશા આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો.

¶ પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો;

¶ જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ કરે છે, તેઓને બમણાં સન્માનિત ગણવા.