યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, “બાળપણથી જ માણસના હૃદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું.
TSK
TSK · 1 કાળ. 28:9
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
¶ વળી ઈશ્વરે કહ્યું, “તું જા અને ઇઝરાયલના વડીલોને ભેગા કરીને તેઓને કહેજે કે, ‘તમારા પિતૃઓના ઈશ્વર, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના પ્રભુએ, મને દર્શન આપીને કહ્યું છે મેં નિશ્ચે તમારી ખબર લીધી છે અને મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છો તે મેં જોઈ છે;
¶ આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી.
¶ યહોવાહે મૂસાને કહ્યું, “જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે; અને આ લોકો ઊઠશે અને જે દેશમાં તેઓ વસવા જઈ રહ્યા છે તેમાં જઈ તેઓ અન્ય દેવોની પાછળ ગણિકાવૃતિ કરશે અને મારો ત્યાગ કરશે. અને મારો કરાર જે મેં તેઓની સાથે કર્યો તેનો તેઓ ભંગ કરશે.
શમુએલે કહ્યું, “બીહો મા, એ સર્વ દુષ્ટતા તમે કરી છે, પરંતુ ઈશ્વરની પાછળ ચાલવાથી ફરી જશો નહિ, પણ તમારા પૂર્ણ હૃદયથી તમે ઈશ્વરની સેવા કરો.
¶ તેથી સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, ન્યાયીપણાથી તથા તમારી સાથે પ્રામાણિક હૃદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મોટી કૃપા પણ કરી. તમે તેમના પર આ મોટી કૃપા કરી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.
ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સર્વ બાબત વિષે તે વિદેશીઓ તમારી પ્રાર્થના કરે, તે પ્રમાણે તમે કરજો, જેથી આખી પૃથ્વીના સર્વ લોકો તમારું નામ જાણે તથા તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારી બીક રાખે. એ પ્રમાણે તમે કરજો કે જેથી તેઓ જાણે કે આ મારું બાંધેલું ભક્તિસ્થાન તમારા નામથી ઓળખાય છે.
¶ “પણ તમે કે તમારા વંશજો મારાથી વિમુખ થઈ જશો અને તમારી સમક્ષ મૂકેલા મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન નહિ કરો અને જો તમે અન્ય દેવોની પૂજા કરશો અને તેઓને દંડવત કરશો,
તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે તેના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો અને ડાબે કે જમણે ફર્યો નહિ.
હું જાણું છું, મારા ઈશ્વર કે તમે અંત:કરણને તપાસો છો અને મનનું ખરાપણું તમને આનંદ પમાડે છે. આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યું છે અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકોને રાજીખુશીથી અર્પણ કરતા જોઈને મને આનંદ થાય છે.
¶ હવે રહાબામ તથા યહૂદાના આગેવાનો, જેઓ શિશાકને લીધે યરુશાલેમમાં એકત્ર થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, “ઈશ્વર આમ કહે છે: ‘તમે મને તજી દીધો છે, તેથી મેં પણ તમને શિશાકના હાથમાં સોંપી દીધાં છે.’”
શત્રુઓની વિરુદ્ધ અમને માર્ગમાં રક્ષણ કરવા માટે રાજા પાસે સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને ક્ષોભ થયો. કારણ અમે રાજાને કહ્યું હતું કે, “જે કોઈ ઈશ્વરને શોધે છે તેઓ પર ઈશ્વરનો હાથ હિતકારક છે પણ જે કોઈ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેમનો ભયંકર કોપ અને પરાક્રમ આવે છે.”
દુષ્ટ લોકોનાં દુષ્ટ કાર્યોનો અંત લાવો, પણ ન્યાયી લોકોને સ્થાપન કરો, ન્યાયી ઈશ્વર, હૃદયોને તથા મનને પારખનાર છે.
જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે, કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી.
યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.
હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.
મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,
ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. પણ અંત:કરણને પારખનાર યહોવાહ છે.
હું ખાનગીમાં કે ગુપ્ત સ્થાનમાં બોલ્યો નથી; મેં યાકૂબનાં સંતાનોને કહ્યું નથી કે, ‘મને ફોગટમાં શોધો!’ હું યહોવાહ, સત્ય બોલનાર; સાચી વાતો પ્રગટ કરું છું.”
પણ જે કોઈ અભિમાન કરે તે આ બાબતમાં અભિમાન કરે કે, તેઓ સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય અને નીતિ કરનાર યહોવાહ છું કેમ કે, આ જ મને પસંદ છે. એમ યહોવાહ કહે છે.
હું યહોવાહ મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું. દરેકને હું તેના આચરણ તથા કરણીઓ પ્રમાણે બદલો આપું છું.
તેણે ગરીબો તથા લાચારને ન્યાય આપ્યો તેથી તે સમયે તે સુખી હતો. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એમ યહોવાહ કહે છે.
તમે મને શોધશો અને ખરા હૃદયથી મને શોધશો તો મને પામશો.
તે સમયે ‘યહોવાહને ઓળખવા માટે!’ એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કેમ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઈ મને ઓળખશે.” “હું તેઓનાં દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ. એમ યહોવાહ કહે છે.”
¶ પ્રભુ યહોવાહ આમ કહે છે; તે સમયે તારા મનમાં કેટલાક વિચારો આવશે અને તું દુષ્ટ યોજના યોજીને.’
મારા લોકો ડહાપણને અભાવે નાશ પામતા જાય છે, કેમ કે તમે ડહાપણનો અનાદર કર્યો છે તેથી હું પણ તને મારા યાજકપદથી દૂર કરી દઈશ. કેમ કે તું, તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે, એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.
ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, ‹‘જુઓ, આ સાચો ઇઝરાયલી છે, એનામાં કંઈ કપટ નથી!’›
‹ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.’”›
¶ ‹અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે.›
¶ તેઓએ પ્રાર્થના કરી કે, હે અંતર્યામી પ્રભુ,
એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ઉપેક્ષા કરી ખરી; પણ હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે.
ન્યાયી સભાનતાથી જીવો અને પાપ કરો નહીં. કેમ કે કેટલાક ઈશ્વર વિષે અજ્ઞાની છે; આ તમને શરમાવવા માટે હું કહું છું.
કેમ કે જો આ કામ કરવાની ઇચ્છા હોય તો કોઈ માણસ પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે ઇચ્છા માન્ય છે.
ઉત્પન્ન કરેલું કંઈ તેની આગળ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દ્રષ્ટિમાં આપણે સઘળાં તદ્દન ઉઘાડાં છીએ.
માટે કંપાવવામાં ના આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવ તથા બીકથી કરીએ.
ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો અધ્યક્ષનું કામ ફરજ પડવાથી નહિ પણ સ્વેચ્છાએ કરો; લોભને સારું નહિ, પણ આતુરતાથી કરો.