TSK

TSK · એઝ. 9:2

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

તમે મારે સારુ ખાસ યાજકોનું રાજ્ય બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તારે ઇઝરાયલના લોકોને કહેવાનું છે.”

રખેને તું તેઓની દીકરીઓ સાથે તારા દીકરાઓના લગ્ન કરાવે અને તેમની દીકરીઓ વ્યભિચાર કરશે અને તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.

¶ જે દેશનું વતન પામવા માટે તું જાય છે ત્યાં યહોવાહ તારા ઈશ્વર તને લઈ જશે, તારી આગળથી અનેક પ્રજાઓને કાઢી મૂકશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ, જે તારા કરતાં મોટી તથા જોરાવર સાત પ્રજાઓ છે; તેઓને ત્યાંથી નસાડી મૂકશે.

¶ કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો. યહોવાહ તમારા ઈશ્વરે પૃથ્વીની સપાટી પરની બધી પ્રજાઓમાંથી તમને જ પોતાની પ્રજા થવા માટે પસંદ કર્યા છે.

¶ તેઓ ગિલ્યાદ દેશમાં રુબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અર્ધકુળની પાસે આવ્યા અને તેઓને કહ્યું:

ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “આપણે આ દેશની અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરનો અનાદર કર્યો છે. તેમ છતાં પણ તે સંબંધી ઇઝરાયલીઓ માટે હજી આશા છે.

આ બધાએ વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી બાળકો પણ થયાં હતાં.

પછી મેં યહૂદિયાના આગેવાનોની સામે ફરિયાદ કરીને કહ્યું, “તમે આ કેવું ખરાબ કામ કરો છો અને વિશ્રામવારના દિવસને ભ્રષ્ટ કરો છો?

¶ મુખ્ય યાજક એલ્યાશીબનો દીકરો યોયાદાના દીકરાઓમાંના એક હોરોની સાન્બાલ્લાટનો જમાઈ હતો. તેથી મેં તેને મારી આગળથી કાઢી મૂક્યો.

યહૂદાએ અવિશ્વાસુ છે, અને ઇઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાહ જેને પ્રેમ કરતા હતા તે પવિત્રસ્થાનને યહૂદાએ અપવિત્ર કર્યું છે, અને તેણે વિદેશી દેવની દીકરી સાથે લગ્ન કર્યું છે.

કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્નીએ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે; એવું ના હોત તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.