TSK

TSK · નિર્ગ. 22:19

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

¶ તારે દેશના રહેવાસીઓની સાથે કરાર કરવો નહિ. તેઓ વ્યભિચાર કરે છે તથા તેમના દેવોની પાછળ ભટકી જઈને તેમના દેવોને યજ્ઞ ચઢાવે છે અને કોઈના આમંત્રણથી તું તેના અર્પણમાંથી ખાય.

તમારે કોઈ પશુ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ ન કરીને પોતાને અશુદ્ધ ન કરવો. કોઈ સ્ત્રીએ કોઈ પશુ સાથે શારીરિક સંબંધ ન કરવો, એ વિકૃતિ છે.

¶ કોઈ પુરુષ જો કોઈ પશુ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તેને મૃત્યુદંડ આપવો અને તે પશુને મારી નાખવું.

જો કદાચ તેણે તમને કહેલા ચિહ્ન કે ચમત્કાર થાય અને જો તમને તે કહે “ચાલો આપણે અન્ય દેવદેવીઓની પૂજા કરીએ જેને તમે જાણતા નથી અને ચાલો આપણે તેમની સેવા કરીએ,”

¶ જો યહોવાહ તમારા ઈશ્વર તમને જે ગામો આપે છે તેમાં તમારી મધ્યે કોઈ સ્ત્રી કે પુરુષ મળી આવે કે જે યહોવાહ તમારા ઈશ્વરના કરારનું ઉલ્લંઘન કરીને તેમની દૃષ્ટિમાં જે ખોટું છે તે કરે,

¶ ‘જે કોઈ માણસ કોઈ પણ પ્રકારના પશુંની સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

નાનો હોય કે મોટો, સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ન કરે તેને મૃત્યુદંડ આપવાને એકમત થયા.