TSK

TSK · હિબ. 6:10

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

“હે મારા ઈશ્વર, એ લોકોને સારુ મેં જે જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કર.”

મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે તથા પ્રથમ ફળોને માટે પણ ક્રમ ઠરાવી આપ્યો. હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો.

ગરીબ પર જુલમ કરનાર તેના સર્જનહારનું અપમાન કરે છે, પણ ગરીબ પર કૃપા રાખનાર તેને માન આપે છે.

“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે કે, ‘યહોવાહ આ પ્રમાણે કહે છે કે; અરણ્યમાં, ઉજ્જડ પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે વખતે યુવાવસ્થામાં જે તારો પ્રેમ તથા વિવાહસંબંધ થતી વખતની તારી પ્રીતિ તે હું તારા લાભમાં યાદ કરું છું

¶ ‹હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનો બદલો પામ્યા વિના રહેશે જ નહિ.”›

¶ ‹તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો.›

‹કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે ખ્રિસ્તનાં છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું બદલો નહિ ગુમાવે.›

તમામ વિશ્વાસીઓ એકઠા રહેતા હતા અને તેઓની બધી મિલકત સહિયારી હતી.

¶ હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું; તે સ્ત્રી ભલાઈ કરવામાં તથા દાનધર્મ કરવામાં આગળ પડતી હતી.

તે બોલ્યો કે, કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.

ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, ‘તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’”

પણ હાલ તો હું સંતોની સેવામાં યરુશાલેમ જાઉં છું.

¶ હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો.

¶ હવે સંતોની સેવા કરવા વિષે, મારે તમને લખવાની અગત્ય નથી

કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી; પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે.

એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.

વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.

¶ ઈશ્વર માટે તે ઉચિત છે કે તમને દુઃખ દેનારાઓને બદલામાં દુ:ખ આપે.

પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો.

સાંભળવાથી તારું સ્મરણ હું નિત્ય મારી પ્રાર્થનાઓમાં કરું છું અને મારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું.

જો કોઈ ભાઈ અથવા બહેન નિર્વસ્ત્ર હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય,

આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ; જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.