તેથી તેણે તેઓની આગળ પોતાની વર્તણૂક બદલી અને તેઓના હાથમાં હતો ત્યારે તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો; તેણે દરવાજાનાં બારણા ઉપર લીટા પાડયા અને પોતાનું થૂંક દાઢી ઉપર પડવા દીધું.
TSK
TSK · યશા. 51:12
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
ઘણા માણસો અધિકારીની કૃપા શોધે છે, પણ ન્યાય તો યહોવાહ પાસેથી જ મળી શકે છે.
આ લોકો જેને કાવતરું કહે છે, તેને તમારે કાવતરું ન કહેવું, જેનાથી તેઓ બીએ છે તેનાથી તમારે ગભરાવું અને ડરવું નહિ.
તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.”
ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ચીમળાઈ જાય છે જ્યારે યહોવાહના શ્વાસનો વાયુ તે પર વાય છે; મનુષ્ય નિશ્ચે ઘાસ જ છે.
હા, યહોવાહ સિયોનને દિલાસો આપશે; તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપશે; તેના અરણ્યને એદન સરખું અને રણને યર્દન નદીની ખીણની બાજુમાં યહોવાહના ઉપવન સરખું કર્યું છે; આનંદ અને ઉત્સવ તેનામાં મળી આવશે, ત્યાં આભારસ્તુતિ તથા ગીતોનો અવાજ સંભળાશે.
હે યરુશાલેમનાં ખંડિયેર, તમે સર્વ હર્ષનાદ કરી ગાયન કરો; કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે; તેમણે યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે.
મેં તેના માર્ગો જોયા છે, પણ હું તેને સાજો કરીશ. હું તેને દોરીશ અને દિલાસો આપીશ અને તેને માટે શોક કરનારાઓને સાંત્વના આપીશ,
જેમ મા પોતાના બાળકને દિલાસો આપે છે, તે પ્રમાણે હું તને દિલાસો આપીશ અને તું યરુશાલેમમાં દિલાસો પામીશ.”
¶ ‹શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ.›
¶ ‹હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ.›
¶ ત્યારે આખા યહૂદિયા, ગાલીલ, તથા સમરુનમાંનો વિશ્વાસી સમુદાય દ્રઢ થઈને શાંતિ પામ્યો; અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માનાં દિલાસામાં વૃદ્ધિ પામતો ગયો.
¶ કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમારાં શરીરોને કંઈ સુખાકારી ન હતી; પણ અમારા પર ચારેબાજુથી વિપત્તિઓ હતી; બહાર લડાઈઓ અને અંદર ઘણી જાતનાં ડર હતા.
¶ કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,