TSK

TSK · 2 કાળ. 11:8

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.

¶ દાઉદ અરણ્યમાં મજબૂત મિલોઓમાં અને ઝીફના અરણ્યમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ તેને દરરોજ શોધતો હતો, પણ ઈશ્વરે તેને તેના હાથમાં લાગવા દીધો નહિ.

¶ દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા અને તેઓના હાથમાંથી ગાથ નગર અને તેની આસપાસનાં ગામો પોતાના તાબે કરી લીધાં.

પછી મારેશાના વતની દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, “તેં અહાઝયાહની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારાં કામોનો નાશ કર્યો છે.” એ વહાણો ભાંગી ગયાં અને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ.

હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.