TSK

TSK · 2 કાળ. 20:28

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગીતો ગાતા હતા અને વીણા, સિતાર, ખંજરી, ઝાંઝ તથા રણશિંગડાં વગાડીને ખૂબ આનંદથી ઈશ્વરની સમક્ષ ઉત્સવ કરતા હતા.

¶ તેઓ સર્વ પોતાના પિતાના હાથ નીચે ફરજ બજાવતા હતા. અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઝાંઝો, સિતાર અને વાદન તથા ગાયન કરીને પ્રભુની સેવા કરતા હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.

દશ તારવાળાં વાજાં સાથે અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો.

તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.

મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી વાણી સ્વર્ગમાંથી સાંભળી; તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી.