TSK

TSK · દાનિ. 9:18

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

¶ એમ તેઓ ઇઝરાયલી લોકોને મારું નામ આપે. અને હું તેઓને આશીર્વાદ આપીશ.”

¶ હે યહોવાહ, તમે કાન દઈને સાંભળો. યહોવાહ તમારી આંખો ઉઘાડો અને જુઓ, સાન્હેરીબનાં વચનો જે વડે તેણે જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યા છે તેને તમે સાંભળો.

હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો; કારણ કે તેઓ હંમેશાં સનાતન છે.

¶ હે યહોવાહ, કાન દઈને સાંભળો. હે યહોવાહ, આંખ ઉઘાડીને જુઓ અને જીવતા ઈશ્વરની નિંદા કરનારા આ સાન્હેરીબના શબ્દો તમે સાંભળો.

આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ. તમારો ઉત્સાહ અને તમારાં મહાન કાર્યો ક્યાં છે? તમારી લાગણી અને તમારા દયાળુ કાર્યો અમારાથી દૂર રાખવામાં આવ્યાં છે.

અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ અને અમારાં સર્વ ન્યાયી કાર્યો મલિન વસ્ત્રો જેવાં થયાં છે. અમે સર્વ પાંદડાંની જેમ સુકાઈ જઈએ છીએ; અમારા અપરાધો, પવનની જેમ અમને ઉડાવી જાય છે.

તો આ ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તેમાં તમે પેસશો અને પછી અહીં આવી મારી સમક્ષ ઊભા રહીને કહેશો કે, ‘અમે બચી ગયેલા છીએ,” તો શું આ બધા ધિક્કારપાત્ર કાર્યો કરી શકો?

જોકે, અમારાં પાપો અમારી વિમુખ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવાહ, તમારા નામ ખાતર કામ કરો. અમે અનેકવાર તમારો ત્યાગ કર્યો છે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.

તમારાં વચનો મને પ્રાપ્ત થયા, મેં તે ખાધાં. અને તેથી મારા હૃદયમાં હર્ષ તથા આનંદ ઉત્પન્ન થયો. કેમ કે હે સૈન્યોના ઈશ્વર, યહોવાહ, તમારા નામથી હું ઓળખાઉ છું.

¶ કદાચ તે લોકો યહોવાહને વિનંતી કરે અને ખોટે માગેર્થી પાછા વળે; કેમ કે, યહોવાહે એ લોકોને ભારે રોષ અને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.”

¶ માટે તું ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલી લોકો, હું તમારી ખાતર આ કરતો નથી, પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું, જે જે પ્રજાઓમાં તમે ગયા હતા તેઓની વચ્ચે તમે મારા નામને અશુદ્ધ કર્યું છે.

આપણા ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ લખે છે.