જૂઠા આક્ષેપો કરવા નહિ, નિર્દોષ અને ન્યાયીને મૃત્યુની સજા કરવી નહિ. નિર્દોષ માણસને મારી નાખનાર ખરાબ માણસને હું નિર્દોષ નહિ માનું.
TSK
TSK · નિર્ગ. 18:16
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
¶ ત્યારબાદ તું ઇઝરાયલીઓને કહે કે, ‘જે કોઈ માણસ યહોવાહને શાપ આપે તેનું પાપ તેને માથે.
¶ અને યહોવાહે મૂસાને કહ્યું,
¶ જુઓ, જેમ ઈશ્વર મારા યહોવાહે મને આજ્ઞા આપી તે પ્રમાણે મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, કે જેથી જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે કરો.
¶ હવે જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો ઈશ્વર તમારા યહોવાહે તમને શીખવવા માટે મને કહ્યું છે એ સારુ કે જે દેશનું વતન પામવા માટે તમે યર્દન ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો. તે આ છે:
લેવી યાજકો પાસે જઈને તે સમયે જે ન્યાયાધીશ હોય તેને પૂછવું, તેઓ તમને તેનો ચુકાદો આપશે.
¶ અને આબ્શાલોમ તેને કહેતો કે, “જો, તારી ફરિયાદ ખરી તથા યોગ્ય છે, પણ તારી ફરિયાદ સાંભળવા માટે રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી.”
જો મેં મારા દાસ અને દાસીઓના ન્યાય માટેની વિનંતીઓની અવગણના કરી હોય, મારે તેઓની સાથે તકરાર થઈ હોય,
પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, ‘ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;
¶ તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુના નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું અને ઈશ્વરને પ્રસન્ન કરવા, એ વિષે અમારા તરફથી તમે સાંભળ્યું છે તે પ્રમાણે જેમ તમે ચાલો છો, તેમ જ વધારે અને વધારે ચાલતા રહો.