TSK

TSK · હિબ. 11:29

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

¶ પરંતુ મૂસાએ લોકોને આશ્વાસન આપ્યું, “ગભરાશો નહિ. જ્યાં છો ત્યાં જ મક્કમતાપૂર્વક ઊભા રહો અને જુઓ કે આજે યહોવાહ તમારો કેવી અજાયબ રીતે બચાવ કરે છે! જે મિસરવાસીઓને તમે અત્યારે જુઓ છો તેઓ હવે પછી ક્યારેય તમને દેખાશે નહિ.

¶ તમે તેઓની સામે સમુદ્રના બે ભાગ કર્યા. તેથી તેઓ સમુદ્રમાં કોરી જમીન પરથી પસાર થયા. અને જેમ પથ્થરને ઊંડા પાણીમાં ફેંકવામાં આવે તેમ તેઓની પાછળ પડેલાઓને તમે ઊંડાણમાં ડુબાડી દીધા.

તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા; તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.

જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું,

યહોવાહ મિસરના સમુદ્ર કિનારાની ભૂમિ વહેંચશે, અને પોતાના ઉગ્ર પવનથી તે ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવશે, અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે, જેથી લોકો તેને પગરખાં પહેરેલાં રાખીને પાર કરશે.

તેમના લોકોએ મૂસાના પુરાતન સમયનું સ્મરણ કર્યું. તેઓએ કહ્યું, “સમુદ્રમાંથી જે અમોને પોતાના ટોળાંના પાળક સહિત ઉપર લાવ્યા તે ઈશ્વર ક્યાં છે? જેમણે અમારામાં પોતાનો પવિત્ર આત્મા મૂક્યો, તે ઈશ્વર ક્યાં છે?