TSK

TSK · યશા. 13:5

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

તે દૂરથી વિદેશીઓની તરફ ધ્વજા ઊભી કરશે અને તેઓને સીટી વગાડીને પૃથ્વીને છેડેથી બોલાવશે; જુઓ, તેઓ ઉતાવળે ઝટ આવશે.

જુઓ! યહોવાહ પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ કરે છે, તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરવિખેર કરી નાખે છે.

કેમ કે જુઓ, હું ઉત્તર દિશામાંથી મોટી પ્રજાઓના સમુદાયને બાબિલ વિરુદ્ધ ઉશ્કેરીશ. તેઓ તેની સામે મોરચો માંડશે અને તેને કબજે કરશે. તેઓનાં તીર કુશળ અને બહાદુર ધનુર્ધારીઓના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછું આવશે નહિ.

તમારાં બાણને ધારદાર બનાવો. તમારાં ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કેમ કે બાબિલ પર ચઢાઈ કરી તેનો વિનાશ કરવા યહોવાહે માદીઓના રાજાઓને કહ્યું છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે, અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવાહ વૈર વાળી રહ્યાં છે.

‹રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.›