TSK

TSK · યશા. 31:4

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

તમારે તો આંગળી પણ અડાડવાની નથી; માત્ર જોયા કરવાનું છે. યહોવાહ તમારે માટે યુદ્ધ કરશે.”

ઈશ્વર તેઓને મિસરમાંથી કાઢી લાવે છે. તેનામાં જંગલી બળદના જેવી તાકાત છે. તે પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને ખાઈ જશે. તે તેઓનાં હાડકાં ભાંગીને ટુકડા કરશે. તે પોતાના તીરોથી તેઓને વીંધી નાખશે.

જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.

હે સિયોનના રહેવાસીઓ, જોરથી પોકારો અને આનંદનો પોકાર કરો, કેમ કે ઇઝરાયલના પવિત્ર તમારામાં મહાન મનાય છે.”

યહોવાહ જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો દરેક ફટકો ખંજરી તથા વીણાના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે.

યહોવાહ વીરની જેમ બહાર આવશે; તે યોદ્ધાની જેમ આવેશને પ્રગટ કરશે; તે મોટેથી પોકારશે, હા, તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે.

યહોવાહ સિંહની જેમ ગર્જના કરશે, તેઓ તેમની પાછળ ચાલશે. હા તે ગર્જના કરશે, અને લોકો પશ્ચિમથી ધ્રૂજતા ધ્રૂજતા આવશે.

કેમ કે, યહોવાહ કહે છે કે, ‘હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, અને હું તેનામાં મહિમાવાન થઈશ.’”

સૈન્યોના યહોવાહ તેઓનું રક્ષણ કરશે, તે તેમનો નાશ કરશે અને તેઓના ગોફણના પથ્થરોને પગ નીચે કચડી નાખશે. તેઓ દ્રાક્ષારસ પીશે, દ્રાક્ષારસ પીધેલાની જેમ બૂમો પાડશે. તેઓ કથરોટની જેમ, વેદીના ખૂણાઓ પરની કથરોટની જેમ ભરપૂર થશે.

¶ પણ જેમ યહોવાહ યુદ્ધના દિવસે લડ્યા હતા તેમ તે પ્રજાઓની જેમ લડશે.