TSK

TSK · યોહ. 19:31

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને અંતિમ સાતમા દિવસે પવિત્ર મેળાવડા ભરવા. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માત્ર પ્રત્યેકે જરૂરિયાત મુજબ જમવાનું તૈયાર કરવાનું કામ કરવું.

¶ જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, જો તેને મૃત્યુદંડ આપ્યો હોય તો તમે તેને ઝાડ પર લટકાવો.

¶ પછી યહોશુઆએ રાજાઓ પર હુમલો કરીને તેમને મારી નાખ્યા. તેણે તેમને પાંચ ઝાડ પર લટકાવ્યા. અને સાંજ સુધી તેઓ ઝાડ પર ટંગાયેલા રહ્યા.

તમે મારા લોકોનું માંસ ખાઓ છો, તમે તેમના શરીર ઉપરથી ચામડી ઉતારી નાખો છો, તેમના હાડકાં ભાંગી નાખો છો, અને તેના ટુકડે ટુકડા કરો છો, તેને માંસની જેમ રાંધવા માટે, તમે તેને કઢાઈમાં પાથરી દો છો.

¶ સાંજ પડી ત્યારે સિદ્ધીકરણનો દિવસ, એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો, માટે,

¶ હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાતે યહૂદીઓને કહ્યું કે, ‘જુઓ, તમારો રાજા!’