TSK

TSK · ગણ. 22:7

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

યાકૂબ વિરુદ્ધ કોઈ મંત્રતંત્ર નહિ ચાલે, ઇઝરાયલ પર કંઈ પણ મંત્રવિદ્યા ચાલશે નહિ. ઇઝરાયલ તથા યાકૂબ વિષે કહેવાશે કે, ‘જુઓ ઈશ્વરે કેવું કર્યું છે!’

¶ ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, “પણ જો આપણે જઈએ, તો તે માણસને માટે આપણે શું લઈ જઈશું? કેમ કે આપણા પાત્રોમાં રોટલી થઈ રહી છે અને ત્યાં ઈશ્વરના માણસને ભેટ આપવા માટે કશું રહ્યું નથી. આપણી પાસે બીજું શું છે?”

તેઓ ખાઉધરા કૂતરા છે; તેઓ કદી ધરાતા નથી; તેઓ બુદ્ધિ વિનાના ઘેટાંપાળકો છે; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક અન્યાયથી લાભ મેળવવા લાલચ કરે છે.

તેના આગેવાનો લાંચ લઈને ન્યાય કરે છે, તેના યાજકો પગાર લઈને બોધ કરે છે અને તેના પ્રબોધકો પૈસા લઈને ભવિષ્ય ભાખે છે. એમ છતાં પણ તેઓ યહોવાહ પર આધાર રાખે છે અને કહે છે, “શું યહોવાહ આપણી સાથે નથી? આપણા પર કોઈ આફત આવશે નહિ.”

¶ જેઓ દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણ, ફાંદા તથા ઘણી મૂર્ખ અને હાનિકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને પાયમાલી તથા વિનાશમાં ડુબાવે છે.

¶ ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા.