TSK

TSK · રૂથ 2:8

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

¶ જ્યારે તમે તમારા ખેતરમાંની ફસલની કાપણી કરો ત્યારે સમગ્ર ખેતર પૂરેપૂરું લણવું નહિ અને કાપણીનો પડી રહેલો ભાગ વીણી લેવો નહિ.

ત્યારે એલીએ શમુએલને હાંક મારી અને કહ્યું, “શમુએલ, મારા દીકરા.” શમુએલે કહ્યું, “હું આ રહ્યો.”

જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, ભટકનારની માફક ફરું?

ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, ‹“દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;”› અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.

¶ છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ઉચિત, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે તથા જો કોઈ સદગુણ, જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.