વર્તમાન કલાક
આવરણની પ્રાર્થના
કંપ્લાઈન અને મધરાત્રિ વચ્ચે પાઠ થતી, આવરણની પ્રાર્થના નિંદ્રા પહેલાં હૃદયની તપાસ માટે મુખ્યત્વે સાધુઓ, યાજકો અને બિશપો દ્વારા કરવામાં આવે છે.
સાંજની તે પ્રાર્થના જેને અંધકારના પડદાની ઘડી અથવા સિત્તાર અંધકારની ઘડી કહે છે (સિત્તાર—‘સ’ પર કસર), અને તેનો સમય રાત્રીની અંધારાની શરૂઆતમાં—અને તે વિશેષત્વે પવિત્ર સાધુઓ માટે છે.
અમારા પિતા
‹માટે તમે આ રીતે પ્રાર્થના કરો:› ‹“ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.›
‹તમારું રાજ્ય આવો.› ‹જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.›
‹દિવસની અમારી રોટલી આજ અમને આપો.›
‹જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.›
‹અમને પરીક્ષણમાં પડવા ન દો,› ‹પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”›
આભાર પ્રાર્થના
‹માટે તમે આ રીતે પ્રાર્થના કરો:› ‹“ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.›
‹તમારું રાજ્ય આવો.› ‹જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.›
‹દિવસની અમારી રોટલી આજ અમને આપો.›
‹જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.›
‹અમને પરીક્ષણમાં પડવા ન દો,› ‹પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”›
ભજન 50
સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.
સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.
આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.
પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.
“જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”
આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.
“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનીયાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.
સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”
પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.
જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે; જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે.
તું ભૂંડાઈને તારું મોં સોંપે છે અને તારી જીભ કપટ રચે છે.
તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે.
તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો, તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું. પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.
હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.
જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.”
આશીર્વાદિત આવરણની પ્રાર્થના,
સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.
સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.
આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.
પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.
“જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”
આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.
“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનીયાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.
સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”
પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.
જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે; જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે.
તું ભૂંડાઈને તારું મોં સોંપે છે અને તારી જીભ કપટ રચે છે.
તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે.
તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો, તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું. પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.
હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.
જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.”
ભજન 4
હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો.
હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? સેલાહ
પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.
તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. સેલાહ
ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.
ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.
લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.
હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.
ભજન 6
હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.
હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે?
હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.
યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.
મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.
ભજન 8
હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
તમારા શત્રુઓને કારણે, તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો.
આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,
ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?
કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે.
તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે:
સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ,
આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.
હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!
ભજન 12
હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.
દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે; દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે.
યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.
તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું. જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?”
યહોવાહ કહે છે, “ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.” “જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”
યહોવાહના શબ્દો શુદ્ધ છે, જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, તેના જેવા તેઓ પવિત્ર છે.
હે યહોવાહ, તમે અમને સંભાળજો. આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.
જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે.
ભજન 15
હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.
તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.
તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.
તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.
ભજન 24
પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.
કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.
યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?
જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.
તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. સેલાહ.
હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
આ ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ ગૌરવવાન રાજા છે. સેલાહ.
ભજન 26
હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું; મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી.
હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો!
કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.
હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું અને હું તેઓની સાથે બેસીશ નહિ.
હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું.
હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે.
પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.
તેઓને હાથે ઉપદ્રવ થાય છે અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.
પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો.
મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.
ભજન 66
હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ;
તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.
આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” સેલાહ
આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે.
તે સમુદ્રને સૂકવી નાખે છે; તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા; ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો.
તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; તેમની આંખો દેશોને જુએ છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. સેલાહ
હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે અને આપણા પગને લપસી જવા દેતા નથી.
કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે; જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે.
તમે અમને તમારી જાળમાં પકડ્યા છે; તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; અમારે અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું, પણ તમે અમને બહાર લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા.
દહનીયાર્પણો લઈને હું તમારા ઘરમાં આવીશ; હું તમારી સંમુખ મારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીશ.
હું જ્યારે સંકટમાં હતો, ત્યારે મારા મુખે હું જે બોલ્યો અને મારા હોઠોએ જે વચન આપ્યું હતું, તે હું પૂરું કરીશ.
પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે હું તમારી આગળ ચઢાવીશ; હું બળદો તથા બકરાં ચઢાવીશ. સેલાહ
હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ.
મેં મારા મુખે તેમને અરજ કરી અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.
જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું, તો પ્રભુ મારું સાંભળે જ નહિ.
પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે.
ઈશ્વરની સ્તુતિ હો, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.
ભજન 69
હે ઈશ્વર, મારો બચાવ કરો; કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી; હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.
હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે; જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે.
હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.
હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.
કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે.
હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.
કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ.
જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.
જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે; છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ; તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો.
મને કીચડમાંથી કાઢો અને મને ડૂબવા ન દો; જેઓ મને ધિક્કારે છે તેઓથી મને દૂર રાખો અને પાણીના ઊંડાણમાંથી મને ખેંચી કાઢો.
પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ. કબર મારા પર તેનું મુખ બંધ ન કરો.
હે યહોવાહ, મને જવાબ આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; કેમ કે તમારી કૃપા ઘણી છે, મારી તરફ ફરો.
તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો.
મારા આત્મા પાસે આવીને તેને છોડાવો; મને મારા શત્રુઓથી મુક્ત કરો.
તમે મારી શરમ, મારું અપમાન તથા મારી નિંદા જાણો છો; મારા સર્વ શત્રુઓ તમારી આગળ છે.
નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું; મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ.
તેઓએ મને ખોરાકને માટે ઝેર આપ્યું છે; મને તરસ લાગતાં તેઓએ સરકો પીવડાવ્યો.
તેઓનું ભોજન તેઓને માટે ફાંદારૂપ થાઓ; જ્યારે તેઓ વિચારે છે કે અમે સુરક્ષિત છીએ, ત્યારે તે ફાંદારૂપ થાઓ.
તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ જોઈ ન શકે; અને તેઓની કમરો નિત્ય કાંપે.
તેઓના ઉપર તમારો કોપ વરસાવો અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.
તેઓની જગ્યા ઉજ્જડ થાઓ; તેઓના તંબુમાં કોઈ ન રહો.
કારણ કે જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પાછળ પાડીને તેને પકડે છે; જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાત કરીને તેઓ ખુશ થાય છે.
તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; તેઓને તમારા ન્યાયપણામાં આવવા ન દો.
જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂંસી નાખો અને ન્યાયીઓની સાથે તેઓનાં નામ નોંધાય નહિ.
પણ હું તો ગરીબ તથા દુઃખી છું; હે ઈશ્વર, તમારા દ્વારા મળતો ઉદ્ધાર મને ઊંચો કરો.
હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ.
તે સ્તુતિ બળદના કરતાં અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે.
નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો.
કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.
આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે; લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે.
તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે; અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે.
નીચેના ભજનો ત્રીજી ઘડીમાંથી પસંદ છે:
હે ઈશ્વર, મારો બચાવ કરો; કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી; હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.
હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે; જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે.
હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.
હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.
કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે.
હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.
કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ.
જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.
જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે; છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ; તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો.
મને કીચડમાંથી કાઢો અને મને ડૂબવા ન દો; જેઓ મને ધિક્કારે છે તેઓથી મને દૂર રાખો અને પાણીના ઊંડાણમાંથી મને ખેંચી કાઢો.
પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ. કબર મારા પર તેનું મુખ બંધ ન કરો.
હે યહોવાહ, મને જવાબ આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; કેમ કે તમારી કૃપા ઘણી છે, મારી તરફ ફરો.
તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો.
મારા આત્મા પાસે આવીને તેને છોડાવો; મને મારા શત્રુઓથી મુક્ત કરો.
તમે મારી શરમ, મારું અપમાન તથા મારી નિંદા જાણો છો; મારા સર્વ શત્રુઓ તમારી આગળ છે.
નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું; મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ.
તેઓએ મને ખોરાકને માટે ઝેર આપ્યું છે; મને તરસ લાગતાં તેઓએ સરકો પીવડાવ્યો.
તેઓનું ભોજન તેઓને માટે ફાંદારૂપ થાઓ; જ્યારે તેઓ વિચારે છે કે અમે સુરક્ષિત છીએ, ત્યારે તે ફાંદારૂપ થાઓ.
તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ જોઈ ન શકે; અને તેઓની કમરો નિત્ય કાંપે.
તેઓના ઉપર તમારો કોપ વરસાવો અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.
તેઓની જગ્યા ઉજ્જડ થાઓ; તેઓના તંબુમાં કોઈ ન રહો.
કારણ કે જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પાછળ પાડીને તેને પકડે છે; જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાત કરીને તેઓ ખુશ થાય છે.
તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; તેઓને તમારા ન્યાયપણામાં આવવા ન દો.
જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂંસી નાખો અને ન્યાયીઓની સાથે તેઓનાં નામ નોંધાય નહિ.
પણ હું તો ગરીબ તથા દુઃખી છું; હે ઈશ્વર, તમારા દ્વારા મળતો ઉદ્ધાર મને ઊંચો કરો.
હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ.
તે સ્તુતિ બળદના કરતાં અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે.
નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો.
કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.
આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે; લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે.
તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે; અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે.
ભજન 22
હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો?
હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી; અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી!
તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન, તમે પવિત્ર છો.
અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા.
તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા. તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ.
પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી, માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.
જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે.
તેઓ કહે છે, “તું યહોવાહ પર ભરોસો રાખ; યહોવાહ તને છોડાવશે. તે તારા પર રાજી છે, માટે તે બચાવશે.”
તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.
હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો!
તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી.
ઘણા સાંઢોએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત સાંઢ મારી આસપાસ ફરી વળ્યા છે.
ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ તેઓ મારી સામે પોતાનું મોં ઉઘાડે છે.
જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે. મારું હૃદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.
મારું બળ વાસણના એક તૂટેલા ટુકડા જેવું સુકું થઈ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે. તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.
કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે; મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે;
તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે.
હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ; હે મારા સામર્થ્ય, મારી મદદે આવો.
મને આ તલવારથી બચાવો, મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો.
મને સિંહોનાં મોંમાંથી બચાવો; તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મને બચાવશે.
હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ.
હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.
કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું.
હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. તેઓનો હૃદય સર્વકાળ જીવો.
પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે.
કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે.
પૃથ્વીના સર્વ મોટા લોકો પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.
તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણું પ્રગટ કરવામાં આવશે.
તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને; તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!
ભજન 29
હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો.
યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.
યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.
યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”
યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.
ભજન 42
હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે.
ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?
મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયા છે, મારા શત્રુઓ આખો દિવસ કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”
હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.
હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ.
હે મારા ઈશ્વર, મારો આત્મા મારામાં નિરાશ થયો છે; માટે હું યર્દનના દેશથી, હેર્મોન પર્વત પરથી તથા મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું.
તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા મોટાં મોજાંઓ મારા પર ફરી વળ્યાં છે.
દિવસે યહોવાહ પોતાના કરારના વિશ્વાસુપણાની વાત કરતા; અને રાત્રે હું તેમનાં સ્તુતિગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.
ઈશ્વર મારા ખડક છે, હું તેમને કહીશ કે, “તમે મને કેમ ભૂલી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?”
“તારા ઈશ્વર ક્યાં છે” એમ મશ્કરીમાં રોજ કહીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાંને તલવારની જેમ કચરી નાખે છે.
હે મારા આત્મા, તું શા માટે ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ, કેમ કે તે મારા ઉદ્ધારક તથા મારા ઈશ્વર છે, હું હજી તેમનું સ્તવન કરીશ.
નીચેના ભજનો છઠ્ઠી ઘડીમાંથી પસંદ છે:
હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.
મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે; કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.
જ્યારે મને બીક લાગશે, ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.
હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ, ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; મનુષ્યમાત્ર મને શું કરનાર છે?
તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે; તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે.
તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે, તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે.
તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ. હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો.
તમે મારું ભટકવું જાણો છો અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?
જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે.
ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ, યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ.
ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
હે ઈશ્વર, મેં તમારી સમક્ષ સંકલ્પો કરેલા છે; હું તમને આભારસ્તુતિનાં અર્પણ ચઢાવીશ.
કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે, કે જેથી હું ઈશ્વરની સમક્ષ, જીવતાઓના અજવાળામાં ચાલું.
ભજન 56
હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.
મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે; કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.
જ્યારે મને બીક લાગશે, ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.
હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ, ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; મનુષ્યમાત્ર મને શું કરનાર છે?
તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે; તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે.
તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે, તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે.
તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ. હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો.
તમે મારું ભટકવું જાણો છો અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?
જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે.
ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ, યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ.
ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
હે ઈશ્વર, મેં તમારી સમક્ષ સંકલ્પો કરેલા છે; હું તમને આભારસ્તુતિનાં અર્પણ ચઢાવીશ.
કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે, કે જેથી હું ઈશ્વરની સમક્ષ, જીવતાઓના અજવાળામાં ચાલું.
ભજન 85
હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે.
શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો?
શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે.
તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને યહોવાહ અમારો ઉદ્ધાર કરો.
યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.
જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું.
કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.
ભજન 90
હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.
પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.
તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”
કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે અને રાતના એક પહોર જેવાં છે.
તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.
તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.
ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે.
તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિસાસાની જેમ અમે અમારા વર્ષો પૂરાં કરીએ છીએ.
અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે. હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.
તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?
તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.
હે યહોવાહ, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.
સવારે અમને તમારી કૃપાથી ભરી દો, કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.
જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.
તમારા સેવકોને તમારાં કૃત્યો અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.
અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ; તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.
ભજન ૧૦૯
«પ્રભુએ મારા પ્રભુને કહ્યું: ‘મારા જમણા હાથે બેસ, જ્યાં સુધી હું તારાં શત્રુઓને તારા પગનીણી નીચે મૂકી દઉં.’ સિયોનમાંથી પ્રભુ તને શક્તિનું દંડ મોકલે છે; તું તારાં શત્રુઓની વચ્ચે શાસન કર. તારી સેનાપતિપદ તારી શક્તિના દિવસે હશે, પવિત્ર લોકોના તેજમાં. સવારના તારા પહેલાં ગર્ભમાંથી મેં તને જન્મ આપ્યો છે.»
પ્રભુએ શપથ કર્યો છે અને તેઓને પસ્તાવો ન થશે: ‘તું મેલ્કીસેદેકના ક્રમ પ્રમાણે સદાકાળ માટે યાજક છે.’ પ્રભુ તારા જમણા બાજુ છે; તેઓ તેમના રોષના દિવસે રાજાઓને ટુકડા કરશે. તે જાતિઓ વચ્ચે ન્યાય કરશે; તે મૃતદેહોથી તેમને પરિપೂರ್ಣ કરશે; તે ધરતી ઉપર ઘણા માથાંઓને કચડી નાખશે. રસ્તામાં તે વહેણમાંથી પાણી પીએ છે; આથી તે પોતાનું માથું ઊંચું કરે છે. હલ્લેલૂયા.
ભજન 96
યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.
યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.
વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.
ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે. સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમના આંગણામાં આવો.
પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો. આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
વિદેશીઓમાં કહો, “યહોવાહ રાજ કરે છે.” જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ. તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.
આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો.
ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો. વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે
યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે. તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે પ્રમાણિકપણે જગતનો અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે.
ભજન 109
હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.
કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે; તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.
તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે.
તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે, પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું.
તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે અને તેઓ મારા પ્રેમને ધિક્કારે છે.
મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો; તેને જમણે હાથે કોઈ અપ્રામાણિકને ઊભો રાખો.
જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો; તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.
તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.
તેના સંતાનો અનાથ અને તેની પત્ની વિધવા થાઓ.
તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.
તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ; તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ.
તેના પર દયા રાખનાર કોઈ ન રહો; તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો.
તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.
તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો; અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.
તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો; યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.
કારણ કે તેણે બીજાઓ પ્રત્યે દયા કરવાનું ચાહ્યું નહિ, પણ નિરુત્સાહીની હત્યા કરવા માટે અને ગરીબ તથા જરૂરતમંદને સતાવ્યા.
બીજાઓને શાપ આપવામાં તે ખુશ હતો; માટે એ શાપ તેને લાગો. તે આશીર્વાદને ધિક્કારતો; તેથી તેના પર કોઈ આશીર્વાદ ન આવો.
તેણે વસ્ત્રની જેમ પોતાના શરીર પર શાપ ધારણ કર્યો હતો અને તેનો શાપ પાણીની માફક તેના અંતઃકરણમાં તેના હાડકામાં તેલની જેમ પ્રસરી જતો હતો.
પહેરવાનાં વસ્ત્રની જેમ તે તેને આચ્છાદિત કરનાર થાઓ કમરબંધની જેમ તે સદા વીંટળાઈ રહો.
જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો.
હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો. કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો.
કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું; મને તીડની જેમ ખંખેરી નાખવામાં આવે છે.
ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.
હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું; જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે.
હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો; તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો.
તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે,
જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો; જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ, પણ તમારો સેવક આનંદ કરે.
મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ.
હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.
કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.
ભજન 114
જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું,
ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું.
સમુદ્ર તે જોઈને નાસી ગયો; યર્દન પાછી હઠી.
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.
અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? યર્દન નદી, તું કેમ પાછી હઠી?
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.
તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.
ભજન 115
હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ,
પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”
અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.
તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.
તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;
તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી.
તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.
તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.
હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.
જે યહોવાહને માન આપે છે, તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે.
યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.
તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો.
આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.
મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.
પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.
ભજન ૧૨૯
ઊંડાઈમાંથી હું તને પોકારી રહ્યો છું, હે પ્રભુ; હે પ્રભુ, મારી વાણી સાંભળ. તારા કાન મારી વિનંતીની વાણી તરફ ધ્યાન દેજે. જો તું, હે પ્રભુ, અપરાધોને ગણતો હોય, હે પ્રભુ, તો કોણ ઊભો રહી શકે? કેમ કે તારી પાસે ક્ષમા છે, જેથી તું ભય પામો. તારા નામ માટે મેં આશા રાખી છે, હે પ્રભુ; મારી આત્માએ તારાં વચન માટે આશા રાખી છે. મારી આત્માએ પ્રભુની રાહ જોઈ છે, રાત્રિના રાખવાળાથી સવારે સુધી. રાત્રિના રાખવાળાથી સવારે સુધી ઇઝરાયલ પ્રભુની રાહ જુએ. કેમ કે પ્રભુ પાસે કરુણા છે, અને તેની પાસે ઉદ્ધાર ભરપૂર છે; અને તે ઇઝરાયલને તેના સર્વ અપરાધોથી મુક્ત કરશે. હલ્લેલૂયા.
ભજન 120
મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.
હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.
ભજન ૧૩૧
હે પ્રભુ, દાવિદ અને તેની આખી નમ્રતા યાદ કર; તેણે પ્રભુને શપથ કર્યા અને યાકૂબના દેવને પ્રતિજ્ઞા કરી: ‘હું મારા ઘરની નરમ જગ્યામાં નહીં જઈશ, અને મારા પથારીના પથારી પર નહીં ચઢીશ; હું મારી આંખોને ઊંઘ નહીં આપું, અને મારી પાંપણોને ઝોક નહીં આપું, અને મારા કપાળને આરામ નહીં આપું—જ્યાં સુધી હું પ્રભુ માટે સ્થાન અને યાકૂબના દેવ માટે નિવાસ શોધી ન કાઢું.’ જોઈ લો, અમે એફ્રાથામાં તેની વિશે સાંભળ્યું; અને અમને તેને જંગલના પ્રદેશમાં મળ્યો. આપણે તેના નિવાસોમાં પ્રવેશીએ; અને એ સ્થળે નમન કરીએ જ્યાં તેના પગ રહેલા છે.
ઉઠ, હે પ્રભુ, તારી વિશ્રામ જગ્યાએ—તું અને તારા પવિત્ર સ્થાનનો પટારો. તારાં યાજકો ધર્મને પહેરે, અને તારાં સંતો આનંદ કરે. દાવિદ, તારાં દાસ માટે, તારાં અભિષિક્તનો ચહેરો વાળે નહીં. પ્રભુએ દાવિદને સત્યમાં શપથ કર્યો છે; અને તે પાછો નહીં વળે: ‘હું તારા ગર્ભનું ફળ તારા સિંહાસન પર મૂકીશ. જો તારાં સંતાનો મારો સંવિધાન અને મારો સાક્ષિઓ, જે હું તેમને શીખવું, રાખશે, તો તેમના સંતાનો પણ તારા સિંહાસન પર સદાકાળ સુધી બેસશે.’ કેમ કે પ્રભુએ સિયોનને પસંદ કરી છે; તેણે એને પોતાના નિવાસ માટે ઇચ્છી છે: ‘આ મારું સદાકાળ સુધીનું વિશ્રામનું સ્થળ છે; હું અહીં રહું છું, કેમ કે હું એને ઇચ્છ્યો છે. હું તેના ભોજનને આશીર્વાદથી આશીર્વાદિત કરીશ; તેના ગરીબોને હું બ્રેડથી સંતોષીશ. હું તેના યાજકોને ઉદ્ધાર પહેરાવીશ; અને તેમના સંતો ખૂબ આનંદથી આનંદ કરશે. ત્યાં હું દાવિદ માટે એક શિંગો ઊભો કરીશ; મેં મારા અભિષિક્ત માટે એક દીવો તૈયાર કર્યો છે. હું તેના શત્રુઓને શરમ પહેરાવીશ; પરંતુ તેના ઉપર તેનું મુકડું ફૂલશે.’ હલ્લેલૂયા.
ભજન ૧૩૨
જો, કેટલું સારું અને કેટલું મનોહર છે કે ભાઈઓ એકસાથે રહે! તે માથેના તે તેલ જેવું છે, જે દાઢી પર વહે છે—હારૂનની દાઢી પર—અને તેના કપડાંના કિનારી સુધી ઊતરી આવે છે; અને હર્મોનનું મધરાત જેવું છે, જે સિયોનના પર્વત પર ઊતરે છે; કેમ કે ત્યાં પ્રભુએ આશીર્વાદ અને સદાકાળ સુધીનું જીવન આજ્ઞાપિત કર્યું છે. હલ્લેલૂયા.
ભજન 129
ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”
“મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.
મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.
યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.”
સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.
તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”
ભજન 130
હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.
હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.
સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.
તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.
ભજન 131
હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી. મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી.
તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે; જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે, તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે.
હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે યહોવાહની જ આશા રાખજે.
ભજન 132
હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો.
તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.
તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,
ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં.
વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”
જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.
ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.
હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.
તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.
યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.
જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.”
હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.
આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.
હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.
તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.
ભજન 133
ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.
ભજન 136
યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
જે એકલા જ મહાન ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવનારની સ્તુતિ કરો; કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડાવી લાવ્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
જેમણે તે દેશ પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
ભજન 140
હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.
તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓની જીભની નીચે નાગનું વિષ છે. સેલાહ
હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો; જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે; એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ
મેં યહોવાહને કહ્યું, “તમે મારા ઈશ્વર છો; મારી આજીજી સાંભળો.”
હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. સેલાહ
મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે; તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.
ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે; એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.”
ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે.
હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે અને ગરીબોનો હક જાળવશે.
નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે; યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.
ભજન 145
હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.
હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.
યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતા સમજશક્તિની બહાર છે.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે.
હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ.
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.
યહોવાહ દયાળુ અને કૃપાળુ છે, તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે.
યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.
હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો; તમારા ભક્તો તમારી સ્તુતિ કરો.
તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે.
સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે.
તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે.
સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.
સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.
તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.
યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.
જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, તેઓની સાથે યહોવાહ રહે છે.
જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે; તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.
યહોવાહ તેમના પર પ્રેમ રાખનારા સર્વનું તે ધ્યાન રાખે છે, પણ તે સર્વ દુષ્ટોનો નાશ કરે છે.
મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે; સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.
શાંતિ તને
શાંતિ તને. અમે તને વિનંતી કરીએ છીએ, હે મહિમાથી પરિપૂર્ણ સદાકાળ કુંવારી, દેવમાતા, ખ્રિસ્તની માતા; અમારી પ્રાર્થનાઓને તારા પ્રિય પુત્ર સુધી ઉંચી ઉઠાવ, જેથી તે અમારા પાપોને માફ કરે.
શાંતિ તેને જેણે અમારા માટે સચ્ચો પ્રકાશ—ખ્રિસ્ત અમારા દેવ—જન્માવ્યો; હે પવિત્ર કુંવારી, પ્રભુ પાસે અમારા માટે વિનંતી કર, કે તે અમારી આત્માઓ પર દયા કરે અને અમારા પાપોને માફ કરે.
હે કુંવારી મરિયમ, દેવમાતા, માનવજાતિ માટે વિશ્વાસુ મધ્યસ્થ પવિત્ર, તું જે ખ્રિસ્તને જન્માવી, એના સમક્ષ અમારી માટે વિનંતી કર, માટે કે તે અમારા પાપોને માફ કરવાની કૃપા આપે.
શાંતિ તને, હે સત્ય રાણી કુંવારી; શાંતિ આપણા જાતિના ગૌરવને; તું અમને ઇમ્નુએલને જન્માવી. અમે તને વિનંતી કરીએ છીએ: હે વિશ્વાસુ મધ્યસ્થ, અમને યાદ રાખ, અમારા પ્રભુ યેશુ ખ્રિસ્તના સમક્ષ, માટે કે તે અમારા પાપોને માફ કરે.
સંત યોહાન મુજબ પવિત્ર સુસમાચાર (6:15–23)
લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
¶ સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.
હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
¶ જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.
પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‹‘એ તો હું છું, ગભરાશો નહિ.’”›
ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.
¶ બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.
તોપણ જ્યાં પ્રભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી બીજી હોડીઓ આવી.
Tenoo oasht emmok o piekhristos
nem pekyot en aghathos nem pi epnevma ethowab je akee ak soati emmon nai nan
હે ખ્રિસ્ત, અમે તમારો ઉપાસન કરીએ છીએ, તમારાં ભલા પિતા અને પવિત્ર આત્મા સાથે, કારણ કે તમે આવ્યા અને અમારો ઉદ્ધાર કર્યો.
1. હે પ્રભુ, તું મારા શત્રુઓની સતર્કતાને જાણે છે, અને મારા દૈન્યને—હે સર્જનહાર—તને ખબર છે. તેથી, હું અહીં મારી આત્મા તારા હાથે સોંપું છું. તારી ભલાઈના પંખો વડે મને ઢાંકી રાખો, જેથી હું મૃત્યુ સુધી ઊંઘી ન જાઉં. તારાંવચનોની મહાનતાથી મારી આંખોને પ્રકાશિત કર અને તારી મહિમા માટે હંમેશા મને જગાડી દે, કારણ કે તું જ એકલો ભલો અને માનવપ્રેમી છે.
Doxa Patri ke Eioa ke Agio Pnevmati
પિતા, પુત્ર અને પવિત્ર આત્માને મહિમા.
2. હે પ્રભુ, તારું ન્યાય ભયંકર છે: જયારે મનુષ્યો દોડશે, દેવદૂતો ઊભા રહેશે, પુસ્તકો ખુલશે, કાર્યો પ્રગટ થશે અને વિચારોની તપાસ થશે. મારા માટે કેવો ન્યાય હશે—હું તો પાપમાં ફસાયેલો છું! મારી આજુબાજુની આગની જ્વાળાઓ કોણ બુઝાવશે? મારી અંધકારને કોણ પ્રકાશિત કરશે, તું સિવાય, હે પ્રભુ? મારે પર દયા કર, કારણ કે તું માનવજાતિ પર કરૂણાવાળો છે.
Ke nin ke a ee ke ees toos e onas toan e oa noan ameen.
હવે અને સદાકાળ તથા યુગાનુયુગ સુધી, આમેન.
3. હે દેવમાતા (થેઓટોકોસ), અમે તારા પર વિશ્વાસ મૂક્યો છે, તેથી અમે શરમાશું નહીં, પણ બચી જઈશું. અને કેમ કે અમે તારી મદદ અને મધ્યસ્થતા પ્રાપ્ત કરી છે, હે નિર્મળ અને નિર્વિકાર, અમે ભય નહીં રાખીએ, પરંતુ અમારાં શત્રુઓને ધકેલી દેશું અને વિખેરી દેશું. અને દરેક બાબતમાં, અમે તારાં મહાન સહાયને ઢાલ સમી અમારી રક્ષા માટે લઈએ છીએ. અમે તને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ, પોકારીને—હે દેવમાતા (થેઓટોકોસ)—કે તારી મધ્યસ્થતાઓ દ્વારા અમને બચાવ, અને અમને આ અંધકારમય નિંદ્રામાંથી જગાડી દે, જેથી અમે શક્તિશાળી રીતે તેમના મહિમા કરીએ જેમણે તારી પાસે થી દેહ ધારણ કર્યો.
Κύριε ἐλέησον કીરિયેલેસોન (હે પ્રભુ, દયા કર) 41 વખત
પવિત્ર, પવિત્ર, પવિત્ર
પવિત્ર, પવિત્ર, પવિત્ર, સૈનિકદળોના પ્રભુ. આકાશ અને ધરતી તારાં મહિમા અને માનથી ભરેલી છે. હે દેવ પિતા સર્વશક્તિમાન, અમ પર દયા કર. હે પવિત્ર ત્રિએકતા, અમ પર દયા કર. હે દળોના દેવ પ્રભુ, અમારો સાથ દેજો, કેમ કે અમારી મુશ્કેલીઓ અને ક્લેશોમાં અમારા પાસે તારા સિવાય સહાયક નથી.
હે દેવ, અમારી દુષ્ટતાઓને મુક્ત કર, માફ કર અને ક્ષમા કર, જે અમે ઇચ્છા સાથે કરી અને જે અનિચ્છાથી કરી, જે જાગૃતિ સાથે કરી અને અજાણતા કરી, ગૂઢ અને પ્રગટ. હે પ્રભુ, અમારા ઉપરથી તે બધું દૂર કર તારા પવિત્ર નામ માટે જે આપણા ઉપર બોલાવવામાં આવ્યું છે. હે પ્રભુ, તારી દયા પ્રમાણે, અમારા પાપો પ્રમાણે નહીં.
અને અમને યોગ્ય બનાવ કે અમે આભાર સાથે કહી શકીએ: હે અમારા પિતા, જે સ્વર્ગમાં છો..
અબ્સોલ્યૂશન
હે સ્વામી પ્રભુ યેશુ ખ્રિસ્ત અમારા દેવ, અમને અમારી નિંદ્રામાં આરામ આપ, અમારાં દેહોમાં શાંતિ આપ, અને અમારી આત્માઓમાં શુદ્ધતા આપ. અને અમને અંધકારમય પાપથી બચાવી રાખ. વાસનાઓની ચળવળને શાંત કરી દેજે; અને શરીરની ગરમીને બુઝાવી દેજે. દેહની હુલ્લડને નિષ્ફળ બનાવી દેજે. અમને જાગ્રત મગજ, વિનમ્ર વિચાર, સદ્દગુણોથી ભરપૂર ચાલ, કલંકરહિત પથારો અને શુદ્ધ શય્યા બક્ષ.
અને અમારી ઊઠાણને રાત્રિના સ્તુતિ અને પ્રાતઃકાળની પ્રાર્થનામાં કર, તારી આજ્ઞાઓમાં સ્થિર, અને હંમેશાં અમારા અંદર તારાં ન્યાયની સ્મૃતિ રાખતા. અને રાતભર અમને સ્તુતિ આપ, ताकि અમે તારા મહિમાથી ભરપૂર અને તેજસ્વી પવિત્ર નામને ધન્ય કરીએ, તારા સારા પિતા અને જીવનદાતા પવિત્ર આત્મા સાથે, હવે અને સર્વકાળ અને યુગોના યુગો સુધી, આમેન.
દરેક ઘડીના અંતે ઉચારી પ્રાર્થના
હે દેવ, અમ પર દયા કર, પછી ફરી દયા કર. હે તે જે હંમેશા અને દરેક ઘડીમાં, સ્વર્ગમાં અને પૃથ્વી પર, નમન લાયક અને મહિમાવાન છે—ખ્રિસ્ત અમારા સારા દેવ, ધીરજવાળા, બહુદયાળુ, કરુણાથી ભરપૂર, જે ધર્મીઓને પ્રેમ કરે છે અને પાપીઓ પર દયા કરે છે—જેમાં સૌથી પ્રથમ હું છું—જે પાપીના મૃત્યુમાંથી આનંદ પામતો નથી પરંતુ તે પાછો ફરે અને જીવે તે ઇચ્છે છે; જે બધાને આવનારી સારા વસ્તુઓના વચન માટે ઉદ્ધાર તરફ બોલાવે છે.
હે પ્રભુ, આ ઘડી અને દરેક ઘડીમાં અમારી વિનંતિઓ સ્વીકાર. આપણા જીવનને સરળ બનાવ, અને અમને તારી આજ્ઞાઓનું પાલન કરવા દોરી જા. અમારી આત્માઓને પવિત્ર કર. અમારા શરીરોને શુદ્ધ કર. અમારા વિચારોને સીધા કર. અમારા સંકલ્પોને શુદ્ધ કર. અમારા રોગોને આરોગ. અને અમારા પાપોને માફ કર. અને અમને તમામ દુઃખ, દુષ્ટતા અને હૃદયની પીડાથી બચાવ. અમને તારાં પવિત્ર દેવદૂતોથી ઘેરી રાખ, જેથી આપણે તેમના શિબિર દ્વારા સંરક્ષિત અને માર્ગદર્શિત થઈએ, અને વિશ્વાસની એકતાએ પહોંચીએ અને તારા અગમ્ય અને અમર્યાદિત મહિમાની જ્ઞાન સુધી પહોંચીએ, કેમ કે તું સદાકાળ ધન્ય છે. આમેન.
હે દેવ, અમને યોગ્ય બનાવ કે અમે આભાર સાથે કહી શકીએ: હે અમારા પિતા, જે સ્વર્ગમાં છો...