TSK

TSK · 2 શમુ. 17:20

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હે રાજા, હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નબળી હોતી નથી. તેઓ સશક્ત અને ખડતલ હોય છે; અમે પહોંચીએ તે પહેલાં જ તેઓ જલદીથી સંતાનોને જન્મ આપી દે છે.”

¶ પણ તે સ્ત્રીએ તે બે માણસને સંતાડ્યા. અને રાજાને કહ્યું, “હા, એ માણસો મારી પાસે આવ્યા હતા ખરા પણ તેઓ ક્યાંના હતા તે હું જાણતી નથી.

તેણે તેને કહ્યું, “તું ખુલ્લાં તંબુએ ઊભી રહે. જો કોઈ આવીને તને પૂછે કે, ‘કોઈ અહીં છે?’ તો તારે કહેવું કે, ‘નથી.’”

દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, “રાજાએ મને એક કામ માટે મોકલ્યો છે અને મને કહ્યું ‘જે કામ માટે હું તને મોકલું છું અને જે આજ્ઞા મેં તને આપી છે તે વિષે કોઈને ખબર ન પડે.’ મેં જુવાન માણસોને અમુક જગ્યાએ નીમ્યા છે.

પણ જો તું નગરમાં પાછો જઈને આબ્શાલોમને કહે કે, હે રાજા, હું તારો સેવક થઈશ, જેમ પાછલા સમયમાં હું તારા પિતાનો ચાકર હતો, તે પ્રમાણે હવે હું તારો ચાકર થઈશ, તો તું મારા માટે અહિથોફેલની સલાહને નિષ્ફળ કરીશ.’”