TSK

TSK · પ્રે.કૃ. 7:42

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

અને જો કોઈ બીજા દેવોની પૂજા કરતો હોય, તેઓની આગળ નમતો હોય, એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારા જેના વિષે મેં તમને ફરમાવ્યું નથી તેની પૂજા કરતો હોય,

¶ તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓનો ત્યાગ કર્યો. પોતાના માટે વાછરડાના આકારની ધાતુની બે મૂર્તિઓ બનાવી. તેઓએ અશેરાદેવીની મૂર્તિ બનાવી, આકાશના બધાં જ્યોતિમંડળની અને બઆલની પૂજા કરી હતી.

જો મેં પ્રકાશતા સૂર્યને જોયો હોય, અથવા તેજસ્વી ચંદ્રને જોયો હોય,

કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, ‘તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.’

પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો. તેથી તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડ્યા.

વળી જે ઘરની અગાસી પર તેઓએ આકાશના સર્વ સૈન્ય સારુ ધૂપ બાળ્યો છે અને બીજા દેવોને પેયાર્પણો રેડ્યાં છે તે બધાં ઘરો એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓ અશુદ્ધ કરેલા ઘરો તોફેથ જેવાં બની જશે.”

¶ ઇઝરાયલ લોકનો દરેક તથા ઇઝરાયલ લોકમાં રહેનાર પરદેશીઓમાનો દરેક, જે મારો ત્યાગ કરીને પોતાના હૃદયમાં મૂર્તિઓને સંઘરી રાખતો હશે અને પોતાના મુખ આગળ પોતાના અન્યાયરૂપી ઠેસ મૂકતો હશે, જે પ્રબોધક પાસે મને શોધવા આવે છે તેને હું, યહોવાહ, પોતે જવાબ આપીશ.

¶ હવે, હે ઇઝરાયલના લોકો, પ્રભુ યહોવાહ આમ કહે છે: “જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો. જો તમે મારું સાંભળવાનો ઇનકાર કરો છો તો તમે મૂર્તિઓની પૂજા કરવાનું ચાલુ રાખો, પણ તમે તમારી મૂર્તિઓથી તથા ભેટોથી મારા પવિત્ર નામને અશુદ્ધ કરશો નહિ.

હે ઇઝરાયલના વંશજો, શું તમે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં મને બલિદાનો તથા અર્પણ ચઢાવ્યાં હતા?

¶ તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે ત્યજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.

¶ ત્યાં તમારા પૂર્વજોએ મને પારખવા મારી કસોટી કરી; અને ચાળીસ વરસ સુધી મારાં કામો નિહાળ્યાં.