¶ પછી યહોવાહે આ સર્વ વચનો ઉચ્ચારતાં કહ્યું:
TSK
TSK · પુન. 9:10
مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.
તમે હોરેબમાં તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ ઊભા રહ્યા હતા તે દિવસે યહોવાહે મને કહ્યું કે, “લોકોને મારી સમક્ષ ભેગા કર. હું તેઓને મારાં વચનો કહી સંભળાવીશ અને જે સર્વ દિવસો સુધી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખતા શીખે અને પોતાનાં સંતાનોને પણ તે શીખવે.”
¶ તેમણે તમને પોતાનો કરાર જાહેર કર્યો એટલે કે દસ નિયમોનું પાલન કરવાની આજ્ઞા ઈશ્વરે તમને આપી. અને એ નિયમો બે શિલાપાટીઓ પર લખ્યા.
¶ ‘ગુલામીના ઘરમાંથી એટલે મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ તરીકે રહેતા હતા ત્યાંથી તમને બહાર કાઢી લાવનાર હું ઈશ્વર તારો યહોવાહ છું.
હોરેબમાં સભાને દિવસે જે સર્વ તમે યહોવાહ તમારા ઈશ્વર પાસે માગ્યું કે, “હવે પછી યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમારા સાંભળવામાં ન આવે. તેમ જ આ મોટો અગ્નિ હવે પછી અમારા જોવામાં ન આવે. રખેને તે પ્રમાણે હું માર્યો જાઉં.”
‹પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓ કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.›
¶ કેમ કે પ્રભુ કહે છે કે, ‘તે દિવસો પછી, ઇઝરાયલના સંતાનોની સાથે જે કરાર હું કરીશ, તે આ છે; હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ અને તે તેઓના હૃદયપટ પર તે લખીશ હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.