TSK

TSK · એઝ. 3:5

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

¶ તારે વેદી પર આટલા બલિ ચઢાવવા, કાયમને માટે પ્રતિદિન એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવા.

¶ જો કોઈનું અર્પણ જાનવરના દહનીયાર્પણનું હોય, તો તે નર હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે જાનવરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ચઢાવવું, જેથી તે પોતે યહોવાહની આગળ માન્ય થાય.

¶ તારે તેઓને કહેવું, “આ હોમયજ્ઞ જે તમારે યહોવાહને ચઢાવવો. પ્રતિદિન તમારે એક વર્ષના ખોડખાંપણ વગરના નર હલવાનોનું દહનીયાર્પણ કરવું.

¶ તેઓનાં પેયાર્પણ દરેક વાછરડા સાથે અડધો હિન, ઘેટાંની સાથે તૃતીયાંશ હિન અને હલવાન સાથે પા હિન દ્રાક્ષારસ હોય. વર્ષના પ્રત્યેક મહિનામાંના પ્રથમ દિવસનું આ દહનીયાર્પણ છે.

તમે યહોવાહને સુવાસને સારુ દહનીયાર્પણ ચઢાવો. એટલે તમારે બે વાછરડા, એક ઘેટાં તથા એક વર્ષના સાત નર હલવાનો ચઢાવવાં.

તમારે યહોવાહને સુવાસિત દહનીયાર્પણ ચઢાવવો. તમે ખામી વગરનો એક વાછરડો, એક ઘેટો તથા એક વર્ષની ઉંમરના સાત નર હલવાનો ચઢાવો.

¶ તમારાં આ દહનીયાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણો, તમારી પ્રતિજ્ઞાઓ તથા ઐચ્છિકાર્પણો તમારા ઠરાવેલા ઉત્સવોમાં યહોવાહને ચઢાવવાં.”

¶ તમારા અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમારાં ઘેટાંબકરાંનાં અને અન્ય જાનવરોનાં પ્રથમજનિત અથવા તમારી લીધેલી કોઈ પણ માનતા અથવા તમારા ઐચ્છિકાર્પણ તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણ એ સર્વ તમારા રહેઠાણોમાં ખાવાની તમને રજા નથી.

¶ લેવી યિમ્નાનો દીકરો કોરે પૂર્વનો દ્વારપાળ હતો. વળી તે ઈશ્વરનાં અર્પણો તથા પરમપવિત્ર વસ્તુઓ વહેંચી આપવા માટે, ઈશ્વરનાં ઐચ્છિકાર્પણો પર કારભારી હતો.