¶ સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો.
TSK
TSK · ઉત્પ 1:16
مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.
જો મેં પ્રકાશતા સૂર્યને જોયો હોય, અથવા તેજસ્વી ચંદ્રને જોયો હોય,
આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,
દિવસ તમારો છે અને રાત પણ તમારી છે; તમે સૂર્ય તથા ચંદ્રને તેની જગ્યાએ સ્થિર કર્યા છે.
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો, કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં.
ત્યારે ચંદ્રને લાજ લાગશે અને સૂર્ય કલંકિત થશે કેમ કે સૈન્યોના યહોવાહ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે અને તેના વડીલોની આગળ ગૌરવ બતાવશે.
પ્રકાશનો કર્તા અને અંધકારનો ઉત્પન્ન કરનાર હું છું; હું શાંતિ અને સંકટ લાવનાર; હું, યહોવાહ એ સર્વનો કરનાર છું.
તમારા છૂટતાં બાણોના પ્રકાશથી અને તમારા ચકચકતા ભાલાના ચળકાટથી, સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.
¶ બપોરના લગભગ બાર કલાકથી ત્રણ કલાક સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.
¶ ચોથા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સૂરજ પર રેડયો; એટલે તેને આગથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી;