TSK

TSK · ઉત્પ 49:11

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

સુલેમાનના સર્વ દિવસો દરમિયાન દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં હતા.

આ જે અદોમથી, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને આવે છે તે કોણ છે? આ રાજકીય પોશાકમાં, પોતાના પુષ્કળ સામર્થ્યમાં વિશ્વાસથી કૂચ કરીને કોણ આવે છે? એ તો હું, ન્યાયીપણાથી બોલનાર અને ઉદ્ધારવાને શક્તિમાન, તે હું છું.

તે દિવસે એમ થશે કે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, અને ડુંગરોમાંથી દૂધ વહેશે, યહૂદિયાની સુકાઈ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા, યહોવાહના પવિત્રસ્થાનમાંથી ઝરો નીકળશે.

શિમયોનના કુળમાંના બાર હજાર; લેવીના કુળમાંના બાર હજાર; ઇસ્સાખારના કુળમાંના બાર હજાર;

એ સારુ કે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, સવારોનું, સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ તમે ખાઓ.”