TSK

TSK · ન્યાય. 7:1

مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.

العودة إلى المقطع

તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના બે યુવાન ચાકરોને તથા દીકરા ઇસહાકને તેની સાથે લીધા. દહનીયાર્પણને સારુ લાકડાં પણ લીધાં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા.

¶ અને યહોશુઆ વહેલી સવારે ઊઠયો, તે અને ઇઝરાયલના સર્વ લોકો શિટ્ટીમમાંથી નીકળી યર્દન આવ્યા, નદી ઓળંગતાં પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી.

તે માટે તે દિવસે તેણે દીકરાનું નામ “યરુબાલ” પાડીને કહ્યું, “બઆલ તેની સામે વિવાદ કરે,” કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે.

¶ હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યોને અફેક આગળ એકત્ર કર્યાં; ઇઝરાયલીઓએ યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે છાવણી કરી.

જે કંઈ કામ તારે હાથ લાગે તે સામર્થ્યથી કર, કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.