તેથી મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને યહોવાહે કહ્યું, ‘એમનો કોઈ રક્ષક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિએ પાછા જાય.’”
TSK
TSK · માથ. 9:36
مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.
ખેતરનાં સર્વ હિંસક પશુઓ, વનમાંનાં હિંસક પશુઓ આવો અને ફાડી ખાઓ!
તમે ચરબીવાળો ભાગ ખાઓ છો અને ઊનનાં વસ્ત્ર પહેરો છો. તમે ચરબીવાળા ટોળાંઓનો સંહાર કરો છો, પણ તમે તેને ચરાવતા નથી.
કેમ કે જુઓ, હું આ દેશમાં એવો પાળક ઊભો કરીશ કે તે નાશ પામનારાં ઘેટાંની સંભાળ નહિ લેશે. તે આડે માર્ગે ચાલનારાઓને શોધશે નહિ, અને અપંગોને સાજાં કરશે નહિ. તે નીરોગીને પણ ખાવાનું ચારશે નહિ, પણ ચરબી યુક્ત ઘેટાંનું માંસ ખાશે અને તેમની ખરીઓ ફાડી નાખશે.
‹પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ.›
¶ તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, ‹“ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી.”›
ઈસુએ બહાર આવીને અતિ ઘણાં લોકોને જોયા; અને તેમને તેઓ પર અનુકંપા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યા.
તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે. તેથી તે અજ્ઞાનીઓની તથા ભૂલ કરનારાઓની સાથે સહાનુભૂતિથી વર્તી શકે છે.