માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ. પૃથ્વીની રસાળ જગ્યા, પુષ્કળ ધાન્ય તથા નવો દ્રાક્ષારસ આપો.
TSK
TSK · ઝખા. 8:12
مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.
તમારાં સંતાન, તમારી ભૂમિનું ફળ, તમારાં પશુનું ફળ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોના બચ્ચાં આશીર્વાદિત થશે.
પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું; તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી,
¶ બહારથી આવી ને ગિલ્યાદ માં વસેલાં તિશ્બી એલિયા આહાબને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, જેઓ જીવંત છે, જેની સંમુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહિ.”
ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે.
તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.
જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં પુષ્કળ અનાજ અને રોટલી ઉત્પન્ન કરશે, તે દિવસે તારાં જાનવરો મોટાં બીડમાં ચરશે.
તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે. અને યહોવાહે આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ટોળાં અને જાનવરો સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સીંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઈ ગયાં હશે.
પછી ખેતરનાં વૃક્ષોને ફળ આવશે અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. મારાં ઘેટાં પોતાના દેશમાં સુરક્ષિત રહેશે; જ્યારે હું તેઓની ઝૂંસરી ભાંગી નાખીશ અને તેઓને ગુલામોના હાથમાંથી છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
કેમ કે જો, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, તમારામાં ખેડાણ તથા વાવેતર થશે.
હું વૃક્ષોનાં ફળ અને ખેતીની પેદાશમાં વૃદ્ધિ કરીશ તેથી લોકોમાં તમારે કદી દુકાળનું મહેણું સાંભળવું પડે નહિ.
હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ; તે કમળની જેમ ખીલશે, લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે.
હે જંગલી પશુઓ, તમે ડરશો નહિ; કેમ કે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે. વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે, અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંત થશે.
¶ પરંતુ સિયોનના પર્વત પર જેઓ બચી રહેલા હશે તેઓ પવિત્ર થશે અને યાકૂબના વંશજો પોતાનો વારસો પ્રાપ્ત કરશે.
ઇઝરાયલના બાકી રહેલા લોકો તે પછી અન્યાય કરશે નહિ કે જૂઠું બોલશે નહિ, તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ. તેઓ ખાશે અને સૂઈ જશે અને કોઈ તેમને બીવડાવશે નહિ.”
શું હજી સુધી કોઠારમાં બી છે? દ્રાક્ષાવેલો, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપીશ.’”
તમારે સારુ હું ભક્ષકોને ધમકાવીશ, જેથી તેઓ તમારી જમીનની ઊપજનો નાશ ન કરે; ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાઓનાં ફળ યોગ્ય સમય આવ્યા પહેલાં ખરી પડશે નહિ,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
¶ તો કોઈ પણ માણસે માણસો વિષે અભિમાન ન કરવું, કેમ કે ઈશ્વરે તમને બધું આપેલું છે.