TSK

TSK · યશા. 60:21

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

¶ હું ઇઝરાયલના મારા લોકોને માટે જગ્યા ઠરાવીશ. અને તેઓને ત્યાં સ્થાયી કરીશ, કે જેથી તેઓ પોતાની જ જગ્યાએ રહે અને વધારે મુશ્કેલીમાં મુકાય નહિ. જેમ તેઓએ અગાઉ કર્યું તેમ વિરોધી લોકો હવે પછી તેમના પર જુલમ કરશે નહિ,

યહોવાહ ન્યાયીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે

ન્યાયીઓ વતનનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે.

¶ ત્યારે, સિયોનમાં તથા યરુશાલેમમાં રહી ગયેલા શેષ, એટલે યરુશાલેમમાંના જીવતાઓમાં નોધાયેલા, દરેક પવિત્ર કહેવાશે.

પરંતુ જ્યારે પોતાની મધ્યે પોતાના સંતાનો એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે. તેઓ યાકૂબના પવિત્રને પવિત્ર માનશે અને ઇઝરાયલના ઈશ્વરના આદરમાં ઊભા રહેશે.

મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, જેથી તેઓ મારી સ્તુતિ કરશે.

ઇઝરાયલના પવિત્ર, તેને બનાવનાર યહોવાહ કહે છે: ‘જે બિનાઓ બનવાની છે તે વિષે, તમે શું મને મારાં બાળકો વિષે પ્રશ્ન કરશો? શું મારા હાથનાં કાર્યો વિષે તમે મને કહેશો કે મારે શું કરવું?’

તમારા પિતા ઇબ્રાહિમને અને તમારી જનેતા સારાને નિહાળો; તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, મેં તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી.

તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; અને જે કોઈ તારી વિરુદ્ધ બોલશે તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાહના સેવકોનો વારસો છે અને તેમનું ન્યાયીપણું મારાથી છે” એમ યહોવાહ કહે છે.

સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે; જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય.

હવેથી તું “તજેલું” કે તારો દેશ ફરીથી “ઉજ્જડ” કહેવાશે નહિ. ખરેખર, તું હવે “મારો આનંદ તેનામાં છે,” અને તારો દેશ “પરિણીત” કહેવાશે, કેમ કે યહોવાહ તારા પર પ્રસન્ન છે અને તારા દેશનાં લગ્ન થશે.

કેમ કે તેઓનું હિત કરવા સારુ હું મારી નજર તેઓની પર રાખીશ. અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. હું તેઓને બાંધીશ અને પાડી નાખીશ નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ.

તે માટે, પ્રભુ યહોવાહ કહે છે કે, ‘હું લોકોમાંથી તમને ભેગા કરીશ, જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી હું તમને એકત્ર કરીશ, હું તમને ઇઝરાયલનો દેશ આપીશ.’

હું તેઓને તેઓની પોતાની ભૂમિમાં પાછા સ્થાપીશ, તેઓને મેં જે ભૂમિ આપી છે, તેમાંથી કોઈપણ તેઓને ખસેડી શકશે નહિ.” એવું ઈશ્વર યહોવાહ કહે છે.

ઇઝરાયલના બાકી રહેલા લોકો તે પછી અન્યાય કરશે નહિ કે જૂઠું બોલશે નહિ, તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ. તેઓ ખાશે અને સૂઈ જશે અને કોઈ તેમને બીવડાવશે નહિ.”

‹જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે;› ‹કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.›

‹મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને તે કાપી નાખે છે; અને જે ડાળીઓને ફળ આવે છે, તે દરેકને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.›

જેથી ખ્રિસ્ત પર પહેલાંથી આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને સારુ થઈએ.

કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.

તોપણ આપણે તેમના આશાવચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની રાહ જોઈએ છીએ.

¶ જે જીતે છે તે તેઓનો વારસો પામશે, અને હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા બાળકો થશે.