TSK

TSK · યૂન. 4:11

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.

તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે; તમારો ન્યાય અતિ ગહન છે. હે યહોવાહ, તમે માનવજાતનું અને પશુનું રક્ષણ કરો છો.

તમે તેઓને યોગ્ય સમયે ખાવાનું આપો છો, તેથી આ સર્વ તમારી રાહ જુએ છે.

યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.

યહોવાહ કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ” “તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કિરમજના જેવાં રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે.

“ઊઠ, મોટા નગર નિનવે જા અને હું જે ફરમાવું તે મુજબ તું તે નગરમાં સંદેશ પ્રગટ કર.”

‹મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?’”›