TSK

TSK · લૂક 4:35

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?

¶ પછી ઈસુ તેઓને કહ્યું કે, ‹“ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?”› પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ.

અશુદ્ધ આત્માએ તેને વીંઝી નાખ્યો તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો.

¶ ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાંખરાએ કહ્યું કે, ‘તે મરી ગયો છે.’”

ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો!’ તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે ખ્રિસ્ત છે.’”

એક દુષ્ટાત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે.

‹પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે.›

એ માટે, ઓ સ્વર્ગો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! ઓ પૃથ્વી તથા સમુદ્ર તમને અફસોસ છે; કેમ કે શેતાન તમારી પાસે ઊતર્યો છે અને તે બહુ ક્રોધિત થયો છે, તે જાણે છે કે હવે તેની પાસે થોડો જ સમય બાકી છે.