TSK

TSK · લૂક 7:50

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

જુઓ! માણસનું મન ગર્વિષ્ઠ થયું છે અને તેનામાં સ્થિરતા નથી, પણ ન્યાયી માણસ તેના વિશ્વાસથી જીવશે.

ઈસુએ તેને કહ્યું કે, ‹‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.’”›

‹માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે જેની પાસે છે તેને અપાશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેનું જે છે તે પણ લઈ લેવાશે.’”›

ઈસુએ તેને કહ્યું કે, ‹‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.’”›

¶ આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલાં છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ;

¶ મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે, ‘મને વિશ્વાસ છે,’ પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે?