TSK

TSK · નીતિ. 15:28

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

¶ પછી રાજાએ કહ્યું, “એક કહે છે, ‘આ જીવતો તે મારો દીકરો છે અને મરણ પામેલો તે તારો દીકરો છે.’ અને બીજી કહે છે, ‘ના, મરણ પામેલો દીકરો તારો છે અને જીવતો દીકરો મારો છે.’

સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે.

જ્ઞાની વ્યક્તિની વાણી ડહાપણ ઉચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઈથી ઉભરાય છે.

મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બહાર ઠાલવે છે, પણ ડાહ્યો માણસ પોતાની જાતને કાબૂમાં રાખે છે અને ક્રોધ સમાવી દે છે.

તારા મુખેથી અવિચારી વાત કરીશ નહિ અને ઈશ્વરની સંમુખ કંઈપણ બોલવા માટે તારું અંત:કરણને ઉતાવળું ન થવા દે. કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે માટે તારા શબ્દો થોડા જ હોય.

જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.

¶ કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણાં છે, જેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે.

¶ પણ ખ્રિસ્તને પ્રભુ તરીકે તમારાં અંતઃકરણમાં પવિત્ર માનો; અને તમારી જે આશા છે તે વિષે જો કોઈ પૂછે તો તેને નમ્રતા તથા માન સાથે પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.