TSK

TSK · ગી.શા. 69:21

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

રખેને તમારામાંથી કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇઝરાયલનું કોઈ કુળ એવું હોય કે જેનું હૃદય યહોવાહ તમારા ઈશ્વર તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાય. રખેને પિત તથા કડવાશરૂપી મૂળ તમારામાં હોય,

આપણે કેમ અહીં બેસી રહીએ છીએ? આવો, આપણે બધા; કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મૃત્યુ પામીએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાહે આપણો નાશ કર્યો છે અને આપણને પીવાને ઝેર આપ્યુ છે. કેમ કે આપણે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે.

તેથી પ્રબોધકો વિષે સૈન્યોના યહોવાહ કહે છે કે; “જુઓ, હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઈશ, કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં દુષ્ટતા ફેલાઈ રહી છે.”

તેની અશુદ્ધતા તેના વસ્ત્રોમાં છે. તેણે પોતાના ભવિષ્યનો વિચાર કર્યો નહિ. તેથી આશ્ચર્યકારક રીતે તેની અધોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવાહ, મારા દુઃખ પર દ્રષ્ટિ કરો; કેમ કે શત્રુઓ ચઢી આવ્યા છે.

¶ તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી.

¶ એક માણસે દોડીને સિરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું કે, ‘રહેવા દો, આપણે જોઈએ કે, એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ?’”

¶ તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, ‹‘મને તરસ લાગી છે.’”›