TSK

TSK · 1 કાળ. 10:12

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

¶ જયારે તેઓ યર્દનની સામે પાર આટાદની ખળી છે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ આક્રંદ કર્યું. પિતાને માટે સાત દિવસ સુધી શોક કર્યો.

¶ જે સંદેશાવાહકો આવ્યા હતા તેઓને તેઓએ કહ્યું, “તમે યાબેશ ગિલ્યાદના માણસોને એવું કહેજો, ‘કાલે, સૂર્યનો તાપ ચઢશે તે સમયે, તમારો બચાવ થશે.” તેથી સંદેશાવાહકોએ જઈને યાબેશના માણસોને કહ્યું અને તેઓ આનંદ પામ્યા.

¶ તેથી દાઉદે જઈને શાઉલનાં અસ્થિ તથા તેના દીકરા યોનાથાનના હાડકાં યાબેશ ગિલ્યાદના માણસો પાસેથી લીધાં, તેઓ તે બેથ-શાનના મેદાનમાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં મારી નાખ્યો તે દિવસે પલિસ્તીઓએ તે ત્યાં લટકાવ્યાં હતાં.