TSK

TSK · 1 કાળ. 29:10

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

ત્યાં તેણે વેદી બાંધી અને તેનું નામ એલ-એલોહે ઇઝરાયલ પાડ્યું.

તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર, પ્રભુની સ્તુતિ થાઓ, જેમણે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તેમણે પોતાના હાથે પૂરું કર્યું છે.

¶ તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની સ્તુતિ હો. તેમણે મારા પિતા દાઉદને જે કહ્યું હતું તે પોતાના પરાક્રમી હાથે પૂરું કર્યું છે કે,

જયારે હિઝકિયાએ તથા આગેવાનોએ આવીને તે ઢગલા જોયા, ત્યારે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો. તથા તેમના ઇઝરાયલી લોકોને ધન્યવાદ આપ્યો.

¶ એઝરાએ મહાન ઈશ્વર યહોવાહનો આભાર માન્યો. સર્વ લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, “આમીન!, આમીન!” પછી તેઓએ પોતાના માથા નમાવીને મુખ ભૂમિ તરફ નીચાં રાખ્યાં અને યહોવાહની આરાધના કરી.

તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. સેલાહ

નિરંતર યહોવાહને ધન્યવાદ આપો. આમીન તથા આમીન.

હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.

કેમ કે તમે અમારા પિતા છો, જો કે ઇબ્રાહિમ અમને જાણતા નથી અને ઇઝરાયલ અમને કબૂલ કરતા નથી, તમે, હે યહોવાહ, તમે અમારા પિતા છો. પ્રાચીન કાળથી “અમારો ઉદ્ધાર કરનાર” એ જ તમારું નામ છે.

અને કહ્યું, “ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો; કેમ કે ડહાપણ તથા પરાક્રમ તેમના છે.

‹માટે તમે આ રીતે પ્રાર્થના કરો:› ‹“ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.›

¶ ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.

¶ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા અને ઈશ્વરની સ્તુતિ હો; તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે;

¶ હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ કર્યો અને કૃપા કરીને આપણને અનંતકાળનો દિલાસો અને સારી આશા આપ્યાં,

¶ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ,