¶ યહોવાહે મૂસા સાથે વાત કરતાં કહ્યું,
TSK
TSK · 2 કાળ. 23:18
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક બળદને સારુ, બે દશાંશ ઘેટાંને સારુ ચઢાવો.
¶ તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા.
¶ દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદૂથૂનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારુ જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે:
યાજકો તેમની સેવાના નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ ઈશ્વરનાં કિર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઈને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યા કે, “ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.” તેઓની આગળ યાજકો રણશિંગડાં વગાડતા હતા અને બધા ઇઝરાયલીઓ ત્યાં ઊભા હતા.
વળી હિઝકિયા રાજાએ તથા આગેવાનોએ, દાઉદે તથા પ્રેરક આસાફે રચેલાં ગીતો ગાઈને લેવીઓને ઈશ્વરની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનાં ગીતો ગાયા અને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી.
સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીરી રોટલીનું પર્વ ઊજવ્યું, કેમ કે ઈશ્વરે તેઓને આનંદિત કર્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના ભક્તિસ્થાનના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશ્શૂરના રાજાના હૃદયમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.