TSK

TSK · 2 કરિં. 13:5

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

જો તમે મારા હૃદયને પારખ્યું છે, જો તમે મારી તપાસ રાત્રે રાખી છે, તમે મને પવિત્ર કરશો અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડશે નહિ; કેમ કે હું નિશ્ચિત છું કે હું મારા મુખે અપરાધ કરીશ નહિ.

મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.

તેઓને “નકામી ચાંદી,” કહેવામાં આવશે કેમ કે યહોવાહે તેઓનો નકાર કર્યો છે.’”

તે વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછા ફરે. તેથી તે નક્કી જીવશે, તે મૃત્યુ પામશે નહિ.

સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘તમારા હૃદયનાં માર્ગો વિષે વિચાર કરો!

‹જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.›

‹તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ; જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી.›

‹મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’”›

અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયીપણાને લીધે આત્મા જીવે છે.

સંતો માનવજગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારાથી માનવજગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને યોગ્ય નથી?

¶ શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી આપવામાં આવ્યો છે, તેમનું ભક્તિસ્થાન તમારું શરીર છે? અને તમે પોતાના નથી,

હું મારા શરીરને શિસ્ત તથા સંયમમાં રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે પડતો મુકાઉં.

¶ પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે.

મારી એવી આશા પણ છે કે તમે જાણશો કે અમે નાપસંદ નથી.

¶ હે મારાં બાળકો, ઈસુ ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય, ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાને થતી હોય એવી પીડા થાય છે,

પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે;

એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દૃઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ડગી જાઓ નહિ, તો; એ સુવાર્તા આકાશની નીચેના સર્વ મનુષ્યોને પ્રગટ કરાઈ છે; અને તે સુવાર્તાનો હું પાઉલ સેવક થયો છું.

તેમનાંમાં રોપાયેલા, સ્થપાયેલાં અને જેમ શિખામણ પામ્યા તે પ્રમાણે વિશ્વાસમાં સ્થિર રહીને તેમની વધારે આભારસ્તુતિ કરો.

તોપણ જો સ્ત્રી મર્યાદાસહિત વિશ્વાસમાં, પ્રેમમાં તથા પવિત્રતામાં રહે તો તે સંતાનપ્રસવ દ્વારા ઉદ્ધાર પામશે.

¶ આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ કે,

વૃદ્ધ પુરુષોને કહે કે તેઓએ આત્મસંયમી, પ્રતિષ્ઠિત, સ્પષ્ટ વિચારનાર અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દ્રઢ રહેવું જોઈએ.

પણ જે કાંટા તથા ઝાંખરાં ઉપજાવે છે, તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે; અંતે તેને બાળી નાખવામાં આવશે.

¶ ઓ બેવફા લોકો, શું તમે જાણતા નથી, કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે દુશ્મનાવટ છે? એ માટે જે કોઈ જગતનો મિત્ર થવા ચાહે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.

તમે વિશ્વાસમાં દ્રઢ થઈને તેની સામે થાઓ, કેમ કે તમે જાણો છો કે, દુનિયામાંનાં તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે.

‹એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર તથા પ્રથમના જેવા કામ નહિ કરે તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું હટાવી દઈશ.›