TSK

TSK · 2 પિત. 3:16

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

બહુમતીથી દોરવાઈને તમારે ખોટું કામ કરવું નહિ, તેમ જ ન્યાયલયમાં સાક્ષી આપતી વખતે ન્યાયના ભોગે બહુમતીનો પક્ષ લેવો નહિ.

તમે ન્યાય માટે બળજબરી ન કરો, પક્ષપાત ન કર, લાંચ ન લો, કેમ કે લાંચ જ્ઞાની આંખોને અંધ બનાવી દે છે અને ન્યાયી માણસોના વચનો ખોટા કરી નાખે છે.

¶ આહાબના મરણ પછી મોઆબે ઇઝરાયલની સામે બળવો કર્યો.

યહોવાહની વાણી એમ તમારે ક્યારે પણ બોલવું નહિ, કેમ કે દરેકનું વચન તે જ પોતાની ઈશ્વરવાણીરૂપ થશે. કેમ કે જીવતા ઈશ્વર એટલે સૈન્યોના યહોવાહ જે આપણા ઈશ્વર છે. તેમનાં વચનો તમે સાંભળ્યાં નથી.

પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‹“તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”›

¶ ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, ‹“પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો.›

¶ હવે ભાઈઓ અને બહેનો, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે, જેને તમે પણ સ્વીકારી છે અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો,

¶ તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુના નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું અને ઈશ્વરને પ્રસન્ન કરવા, એ વિષે અમારા તરફથી તમે સાંભળ્યું છે તે પ્રમાણે જેમ તમે ચાલો છો, તેમ જ વધારે અને વધારે ચાલતા રહો.

¶ આ મેલ્ખીસેદેક વિષે અમારે ઘણી બાબતો કહેવાની છે, પણ અર્થ સમજાવવો અઘરો છે, કેમ કે તમે સાંભળવામાં ધીમા છો.

¶ ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ;

¶ જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે.

કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યાં છે; તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે.