તમે કરેલા કરાર સંબંધી તમે મારા પર જે કૃપા કરી છે તેને તથા તમારી સત્યનિષ્ઠાને હું લાયક જ નથી. કેમ કે હું કેવળ મારી લાકડી લઈને યર્દન પાર ગયો હતો અને હવે મારી પાસે જાનવરોના ટોળાંની બે છાવણી છે.
TSK
TSK · 2 શમુ. 7:18
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
¶ પરંતુ મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું તે કોણ કે ફારુનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર કાઢી લાવું?”
¶ ત્યારે રૂથે દંડવત્ પ્રણામ કરીને તેને કહ્યું, “હું એક પરદેશી સ્ત્રી હોવા છતાં તમે મારા પર આટલી બધી કૃપાદ્રષ્ટિ કરીને શા માટે મારી કાળજી રાખો છો.”
¶ શમુએલે કહ્યું, “તું પોતાની દ્રષ્ટિમાં જૂજ જેવો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળો પર મુખ્ય બનાવ્યો નહોતો શું? અને ઈશ્વરે તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો;
નિશ્ચે, શું મારું કુટુંબ ઈશ્વર પ્રત્યે એવું નથી? શું તેમણે મારી સાથે સદાનો કરાર કર્યો નથી? શું તે સર્વ પ્રકારે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે? તેમણે મારો ઉદ્ધાર કર્યો છે. અને મારી દરેક ઇચ્છાને પરિપૂર્ણ કરી છે. તેઓ એવા મહાન છે.
¶ પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજીખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે.
¶ હિઝકિયાએ સંદેશવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે યહોવાહના ઘરમાં જઈને તે પત્ર તેમની આગળ ખુલ્લો કર્યો.