પ્રભુ કહે છે, “આ લોકો તેમના મુખથી જ મારી પાસે આવે છે અને કેવળ હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓએ પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે. તેઓ મારો જે આદર કરે છે તે માત્ર માણસોએ શીખવેલી આજ્ઞા છે.
TSK
TSK · 2 તિમ. 3:5
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
મોટા આવજે પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, મારા લોકોને તેઓના અપરાધો અને યાકૂબના ઘરનાંને તેઓનાં પાપ કહી સંભળાવો.
¶ ‹જે જૂઠાં પ્રબોધકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો.›
બુદ્ધિહીનોનો શિક્ષક, બાળકોને શીખવનાર છે અને તને નિયમશાસ્ત્રમાં જ્ઞાન અને સત્યનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે.
¶ જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.
જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.
અને બુદ્ધિભ્રષ્ટ અને સત્યથી ફરી જનારાં કે જેઓ માટે ભક્તિભાવ કમાઈનું એક સાધન છે તેઓમાં સતત કજિયા થાય છે.
મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાની સવાલોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે.
એક કે બે વાર ચેતવણી આપ્યા પછી ભાગલા પડાવનાર માણસને દૂર કર;