TSK

TSK · નિર્ગ. 12:37

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

હું તારાથી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ, હું તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે.

તેમણે કહ્યું, “હું પ્રભુ, તારા પિતાનો ઈશ્વર છું. મિસરમાં જતા બીશ નહિ, કેમ કે ત્યાં હું તારાથી વિશાળ પ્રજા ઉત્પન્ન કરીશ.

¶ તેથી મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત મજૂરી કરાવીને તેઓને પીડા આપવા માટે તેઓના ઉપર મુકાદમો નીમ્યા. તેઓની જબરજસ્તી વેઠીને ઇઝરાયલીઓએ ફારુનને માટે પીથોમ અને રામસેસ નગરો તથા પુરવઠા કેન્દ્રો બાંધ્યાં.

તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસની હતી.

¶ પછી મૂસાએ કહ્યું, જે લોકોની સાથે હું છું તેઓ છ લાખ પાયદળ છે અને તમે કહ્યું છે કે, હું તેઓને એટલું બધું માંસ આપીશ કે, તેઓ એક આખા મહિના સુધી તે ખાશે.’

¶ તેઓ પહેલા મહિને, એટલે પહેલા મહિનાના પંદરમા દિવસે રામસેસથી રવાના થયા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો મિસરવાસીઓના દેખતાં જાહેરમાં નીકળ્યા.