TSK

TSK · નિર્ગ. 28:3

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

¶ વળી તેની સાથે કામ કરવા માટે મેં દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને પસંદ કર્યો છે. જે બુદ્ધિમાન છે તે સર્વનાં હૃદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તે સર્વ તેઓ બનાવે.

¶ સર્વ બુદ્ધિમાન સ્ત્રીઓ પોતે કાંતેલું, એટલે ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણું શણ લાવી.

તેણે તેઓને સર્વ પ્રકારનું કામ કરવાનું કૌશલ્ય આપ્યું છે કે તેઓ કોતરણીનું, સીવણનું, ભરતકામના કિરમજી રંગના વસ્ત્રના પડદાઓના ભરતકામ તૈયાર કરવાનું, ભૂરા, જાંબુડિયા તથા કિરમજી ઊનના અને ઝીણા શણના ભરત ભરનારની અને વણકરની સર્વ પ્રકારની કારીગરી એટલે હરકોઈ પ્રકારની કારીગરી કરનારની તથા નિપુણ કાર્યો યોજનારાઓની કારીગરી કરે.

¶ પછી મૂસાએ બસાલેલ, આહોલીઆબ તથા જે કારીગરોને યહોવાહે કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે સર્વને બોલાવ્યા અને કામ શરૂ કરવા જણાવ્યું.

કેમ કે યહોવાહ ડહાપણ આપે છે, તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.

શું ખેડૂત વાવણી માટે ખેતર ખેડ્યા જ કરે છે? તે શું પોતાનું ખેતર ખોદીને ઢેફાં ભાંગ્યા જ કરે છે?

¶ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના ડહાપણને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે;