TSK

TSK · ઉત્પ 24:63

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.

તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ; હું યહોવાહમાં આનંદ કરીશ.

તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, જેથી હું તમારા અદ્દભુત શિક્ષણ વિશે ચર્ચા કરી શકું.

હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!

હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.