ઉત્પ 7:16
TSK
જેઓ વહાણમાં ગયાં તે સર્વ પ્રાણીઓમાં નર તથા નારી હતાં; ઈશ્વરે નૂહને એ માટેની આજ્ઞા આપી હતી. પછી ઈશ્વરે વહાણનું દ્વાર બંધ કર્યું.
TSK
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
જેઓ વહાણમાં ગયાં તે સર્વ પ્રાણીઓમાં નર તથા નારી હતાં; ઈશ્વરે નૂહને એ માટેની આજ્ઞા આપી હતી. પછી ઈશ્વરે વહાણનું દ્વાર બંધ કર્યું.
¶ ઈશ્વરનો કોશ દાઉદના નગરમાં આવતો હતો, ત્યારે શાઉલની દીકરી મિખાલે, બારીમાંથી નજર કરીને જોયું. તેણે જોયું કે દાઉદ રાજા ઈશ્વરની આગળ કૂદતો અને નાચતો હતો. તે જોઈને તેણે દાઉદને પોતાના અંતઃકરણમાં ધિક્કાર્યો.
અંદરની દીવાલો, બારીઓ તથા પરસાળની સામેના અને ઓસરીના ત્રણ માળ તે ચારેબાજુ જમીનથી તે બારીઓ સુધી તકતીઓ જડેલી હતી. બારીઓ ઢાંકેલી હતી.
¶ ‹જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો?›