TSK

TSK · હિબ. 5:14

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

પછી મેં પ્રાર્થના કરી કે, કૃપા કરી, ‘ઈશ્વર, મારા મુરબ્બી રાજાની વાત મને શાંતિરૂપ થાઓ, કેમ કે મારો મુરબ્બી રાજા સારું અને નરસું પારખવામાં ઈશ્વરના જેવો છે.’ ઈશ્વર તમારો પ્રભુ તમારી સાથે હો.

તેથી ઈશ્વરે તેને કહ્યું, “તેં યોગ્ય માગણી કરી છે અને પોતાના માટે લાબું આયુષ્ય માગ્યું નથી. વળી તેં પોતાને માટે સંપત્તિ અથવા તારા દુશ્મનોના જીવ માગ્યા નથી, પણ ન્યાય કરવા માટે બુદ્ધિ માગી છે,

જેમ જીભ અન્નનો સ્વાદ પારખે છે, તે જ રીતે શું કાન શબ્દોની પરીક્ષા નથી કરતા?

મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે!

જેમ જંગલના ઝાડમાં સફરજનનું વૃક્ષ હોય, તેમ જુવાનો વચ્ચે મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.

‹એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થાઓ.›

¶ વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.

¶ સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી.

ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા ડહાપણના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ.

¶ માટે આપણામાંના જેટલાં પૂર્ણ છે, તેટલાંએ એવી જ મનોવૃત્તિ રાખવી; જો કોઈ બાબત વિષે તમે બીજી મનોવૃત્તિ રાખો, તો ઈશ્વર એ બાબત પણ તમને પ્રગટ કરશે.

કેમ કે આપણે ઘણી રીતે ઠોકરો ખાઈએ છીએ; જો કોઈ બોલવામાં ઠોકર નથી ખાતો, તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.