હઝાએલે પૂછ્યું, “મારા માલિક, તું કેમ રડે છે?” તેણે કહ્યું, “કેમ કે, તું ઇઝરાયલી લોકો સાથે જે દુષ્ટતા કરવાનો છે તે હું જાણું છું માટે. તેઓના કિલ્લાઓને તું બાળી મૂકીશ, તેઓના જુવાનોની તું તલવારથી કતલ કરીશ, તેઓના બાળકોને તું જોરથી પછાડીને ટુકડાં કરીશ અને તેઓની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ.”
TSK
TSK · હોશિ. 13:16
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
હોશિયાને કારકિર્દીને નવમે વર્ષે આશ્શૂરના રાજાએ સમરુન જીતી લીધું, તે આશ્શૂરમાં ઇઝરાયલીઓને લઈ આવ્યો. તેણે તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરમાં રાખ્યા.
કૂશના રાજા તિર્હાકા વિષે સાંભળ્યું, જુઓ, તે તારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો છે, ત્યારે તેણે ફરી યહૂદિયાના રાજા હિઝકિયા પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું કે.
કારણ કે અરામનું શિર દમસ્કસ છે અને દમસ્કસનું શિર રસીન છે. અને પાંસઠ વર્ષમાં એફ્રાઇમ નાશ પામશે અને પ્રજાની ગણતરી રહેશે નહિ.
તેઓની આંખો આગળ તેઓનાં બાળકોને પછાડીને ટુકડેટુકડા કરવામાં આવશે. તેઓનાં ઘરો લૂંટી લેવામાં આવશે અને તેઓની પત્નીઓની આબરુ લેવાશે.
તેઓ પોતાના હૃદયથી મને પોકારતા નથી, પણ તેઓ પથારીમાં પડ્યા પડ્યા વિલાપ કરે છે. તેઓ અનાજ અને દ્રાક્ષારસ મેળવવા પોતાના પર પ્રહાર કરે છે, તેઓ મારાથી પાછા ફરે છે.
તારા લોકો મધ્યે કોલાહલ થશે, જેમ યુદ્ધને દિવસે શાલ્માને બેથ-આર્બેલનો નાશ કર્યો, તેમ તારા કિલ્લેબંધ નગરોનો નાશ થશે. માતાઓ તેઓનાં બાળકોને પછાડીને તેઓના ચૂરેચૂરા કરશે.
યહોવાહ આ પ્રમાણે કહે છે, “આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહિ, કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટે તેઓએ ગિલ્યાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.
સિયોનમાં એશઆરામથી રહેનારા, તથા સમરુનના પર્વતોમાં નિર્ભયપણે વસનારા, મુખ્ય પ્રજાઓના નામાંકિત માણસો જેઓ પાસે ઇઝરાયલના લોકો આવે છે, તે તમને અફસોસ!
તેમના પગ નીચે, પર્વતો મીણની જેમ ઓગળે છે, અને ઢોળાવવાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ, ખીણો ફાટી જાય છે.
¶ તેમ છતાં તેનું અપહરણ થયું; તે ગુલામગીરીમાં ગઈ; શેરીની ભાગળમાં તેનાં બાળકોને મારીને ટુકડા કરવામાં આવ્યા, તેના માનવંતા માણસો માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી, તેના બધા માણસોને સાંકળોથી બાંધવામાં આવ્યા.