તમારી સામર્થ્ય વ્યર્થ જશે. કેમ કે તમારી જમીનમાં કોઈ ફસલ થશે નહિ અને તમારાં વૃક્ષોને ફળ પણ આવશે નહિ.
TSK
TSK · હોશિ. 2:11
Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.
તમારા વ્યર્થ અર્પણો લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે; ચંદ્રદર્શન તથા વિશ્રામવારની સભાઓ! હું આ દુષ્ટ સભાઓ સહન કરી શકતો નથી.
ત્યારે યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં આનંદનો તથા હર્ષનો સાદ અને કન્યાનો સાદ હું બંધ કરીશ. કેમ કે દેશ ઉજ્જડ થઈ જશે.’”
¶ હું તમારી ખુશી અને હર્ષનો સાદ, વરકન્યાના વિનોદનો સાદ ઘંટીનો સાદ તથા દીવાઓનો પ્રકાશ દેશમાંથી બંધ પાડીશ.
¶ કેમ કે ઇઝરાયલી લોકો ઘણા દિવસો સુધી રાજા વગર, રાજકુમારો વગર, બલિદાન વગર, ભજનસ્તંભ વગર, એફોદ વગર કે ઘરની મૂર્તિઓ વગર રહેશે.
પણ ખળીઓ તથા દ્રાક્ષકુંડો તેઓનું પોષણ કરશે નહિ; તેને નવા દ્રાક્ષારસની ખોટ પડશે નહિ.
વળી પ્રભુ યહોવાહ કહે છે કે, તે દિવસે મંદિરમાં ગીતો ગાવાને બદલે તેઓ રડશે. મૃતદેહોના ઢગલા પડ્યા હશે અને સર્વ સ્થળે શાંતિથી તેઓ બહાર ફેંકી દેશે!”
“તે દિવસે એમ થશે કે” હું ખરા બપોરે સૂર્યાસ્ત કરીશ, અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર કરીશ. એમ પ્રભુ યહોવાહ કહે છે.
તથા વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારા નગરમાં સંભળાશે નહિ; અને કોઈ પણ વ્યવસાયનો કોઈ કારીગર ફરી તારામાં દેખાશે નહિ અને ઘંટીનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં.