TSK

TSK · યર્મિ. 52:3

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

¶ ઈશ્વરનો કોપ ફરીથી ઇઝરાયલ ઉપર સળગ્યો, તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, “જા, ઇઝરાયલ તથા યહૂદિયાની વસ્તી ગણતરી કર.”

તે માટે યહોવાહે અતિશય કોપાયમાન થઈને ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદિયાના કુળ સિવાય બીજું કોઈ ત્યાં રહ્યું નહિ.

માટે યહોવાહે તેઓના બધા સેવક પ્રબોધકો દ્વારા જે કહ્યું હતું તે પ્રમાણે ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. એમ ઇઝરાયલને તેઓના પોતાના દેશમાંથી આશ્શૂરમાં લઈ જવામાં આવ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે.

કે, આપના પિતાના હેવાલને તપાસી ખાતરી કરવામાં આવે કે આ નગર બંડખોર છે, જે રાજાઓને તથા પ્રાંતોને નુકસાન કરશે. આ નગરે રાજાઓ અને પ્રાંતોને ખૂબ તકલીફો પહોંચાડી છે. ઘણાં સમયથી આ નગર બળવાનું સ્થાન રહ્યું હતું અને તે જ કારણસર આ નગરનો નાશ કરવામાં આવ્યો હતો.

જો તારો રાજા યુવાન હોય, અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે!

“હું જુવાનોને તેઓના આગેવાન ઠરાવીશ અને બાળકો તેઓના પર રાજ કરશે.

હું પૂછું છું કે, માત્ર મુખની વાતો એ જ યુદ્ધને માટે સલાહ તથા પરાક્રમનું કામ સારે? તેં કોના ઉપર ભરોસો રાખીને મારી સામે બંડ કર્યું છે?